Not Set/ દિયોદરને જીલ્લો બનાવવાની માંગ, 26 જાન્યુઆરીએ મુખ્યમંત્રી આવી રહ્યા છે બનાસકાંઠા

બનાસકાંઠા, બનાસકાંઠાએ 14 તાલુકા ધરાવતો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને આ જીલ્લા માંથી વિભાજન કરવા છેલ્લાં ઘણાં સમયથી માંગણીઓ ચાલી રહી છે. સાથે ચૂંટણી પૂર્વે કેટલીક વાર નેતાઓ પણ વચનો આપી ચુક્યા છે ત્યારે આગામી લોકસભા ચૂંટણી અને રાજય કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ બનાસકાંઠાનાં પાલનપુર ખાતે મુખ્યમંત્રીનાં હસ્તે યોજાનાર છે. ત્યારે દિયોદરનાં લોકોને દિયોદર જીલ્લા […]

Top Stories Gujarat Others
mantavya 295 દિયોદરને જીલ્લો બનાવવાની માંગ, 26 જાન્યુઆરીએ મુખ્યમંત્રી આવી રહ્યા છે બનાસકાંઠા

બનાસકાંઠા,

બનાસકાંઠાએ 14 તાલુકા ધરાવતો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને આ જીલ્લા માંથી વિભાજન કરવા છેલ્લાં ઘણાં સમયથી માંગણીઓ ચાલી રહી છે.

સાથે ચૂંટણી પૂર્વે કેટલીક વાર નેતાઓ પણ વચનો આપી ચુક્યા છે ત્યારે આગામી લોકસભા ચૂંટણી અને રાજય કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ બનાસકાંઠાનાં પાલનપુર ખાતે મુખ્યમંત્રીનાં હસ્તે યોજાનાર છે. ત્યારે દિયોદરનાં લોકોને દિયોદર જીલ્લા મથક જાહેર કરશે તેવી આશા વધી છે.

26 જાન્યુઆરીના દિવસે મુખ્યમંત્રી પાલનપુર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ચોક્કસ દિયોદરને જિલ્લા તરીકેની જાહેરાત કરશે તેવું લોકો માની રહ્યા છે. તો બીજી બાજુ વાત કરવામા આવે તો કેટલાય સમયથી સોશિયલ મીઙીયામા પણ દીયોદર જીલ્લાનો નકશો વાયરલ થઇ રહ્યો છે.

લોકોનું કહેવું છે કે, આજુબાજુના દીયોદર, કાંકરેજ, થરાદ, લાખણી, વાવ, સુઇગામ, ભાભર,આ તમામ 7  તાલુકાને નજીક પડે,અમારી જૂની માંગણી છે અમને જીલ્લાનૉ મથક મળે થરાદ કરતા દિયોદર સેન્ટરમાં આવેલુ તાલુકો છે, દરેકનો એક સુર માંગ છે દિયોદર વેપાર માટે સારો સેન્ટર છે, તમામ બેંકો આવેલી છે, આજુબાજુનાં સેન્ટર ને દિયોદર નજીક પડે છે

આજુ બાજુ મા પડતર જમીન પડી છે કચેરીઓ બની શકે, ભૌગોલિક પરિસ્થિતિમાં દિયોદર સેન્ટર,40 કિમિ નાં અંતરમાં તમામ સાત તાલુકાને નજીક પડે છે તમામ પક્ષની એક માંગ છે દિયોદર જીલ્લાનું વડું મથક બને, gidc પણ દિયોદરમાં આવેલી છે,કૉલેજ સુધી ની શાળાઓ આવેલી છે, ડેપો પણ દિયોદરમાં આવેલુ છે.

દિયોદર મા પરિવહન માટે પણ પૂરેપૂરી વ્યવસ્થા છે, તમામ તાલુકાને જોડતા પાકા રોડ છે, અમારી જૂની માંગણી છે, સરકારએ ભૂતકાળમાં નવા જીલ્લા બનાવ્યા છે તેમ દિયોદર પણ એક અલગ જિલ્લો બને રાજયકક્ષાનાં ધ્વજ વંદન કરવામાં આવી રહ્યુ છે તેં દિવસે જિલ્લો જાહેર કરશે અને દિયોદર નેજ કરશે,રેલ્વે સ્ટેશન પણ દિયોદરમાં આવેલુ છે પાલનપુર 90 કિમિ દિયોદરથી દુર પડે છે, દિયોદરમાં આજુબાજુ તાલુકાનાં લોકો પણ દિયોદરને તાલુકો બને તેવું ઈચ્છી રહ્યાં છે.

હવે જોવુ રહ્યુ કે 26 મી જાન્યઆરીએ બનાસકાંઠામાથી બીજો જીલ્લો બનશે કે નહી કે પછી લોકોની આછા ઉપર પાણી ફરી વળે છે…તે તો 26મી જાન્યુઆરીના રોજ જ ખબર પડશે….