Covid-19/ ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલને થયો કોરોના, જાણો કેવી છે હાલ તબિયત

CM ભુપેન્દ્ર પટેલને કોવિડના હળવા લક્ષણો દેખાતા  ટેસ્ટ કરાયો હતો જે પોઝિટીવ આવ્યો છે. હાલ તેઓ તેમના નિવાસસ્થાને આઈસોલેશનમાં છે અને તમની હાલ તબિયત સ્થિર છે. 

Top Stories
ભુપેન્દ્ર પટેલને

ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આવામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. CM ભુપેન્દ્ર પટેલને કોવિડના હળવા લક્ષણો દેખાતા  ટેસ્ટ કરાયો હતો જે પોઝિટીવ આવ્યો છે. હાલ તેઓ તેમના નિવાસસ્થાને આઈસોલેશનમાં છે અને તમની હાલ તબિયત સ્થિર છે.જ્યારે આજે યોજાનારી બેઠક રદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આજરોજ મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા મુદ્દે ચર્ચા થવાની હતી. બેઠકમાં રથયાત્રામાં સુરક્ષા સંબંધિત ચર્ચાઓ આ બેઠકમાં થવાની હતી. જોકે મુખ્ય પ્રધાન કોરોના સંક્રમિત થતા બેઠક રદ કરવામાં આવી છે.

ગતરોજ રાજ્યમાં નવા 450થી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ પછી સુરત, વડોદરામાં કોરોના કેસ વધી રહ્યા છે. અમદાવામાં આજે કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે જૂનાગઢ અવ્વલ : દેશમાં 19માં સ્થાને

આ પણ વાંચો:30 જૂનથી શરૂ થઈ રહી છે અમરનાથ યાત્રા, જાણો પવિત્ર અમરનાથ ગુફા વિશે રસપ્રદ તથ્યો

આ પણ વાંચો: કોર્પોરેશન દ્વારા પરીક્ષાનાં નામે ઉઘરાવાયા રૂ.4.73 કરોડ : પરીક્ષા નહીં તો પૈસા ક્યાં?