Not Set/ વિદેશી દારૂ ભરેલુ ડમ્પર ઝડપાયું, પોલીસે 27 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે

બનાસકાંઠા, બનાસકાંઠામાંથી ફરી એકવાર વિદેશી દારૂ ઝડપાયો છે. થરાદ માર્કેટયાર્ડ સામેથી આર.આર.સેલ ભુજની ટીમે કપસીની આડમાં વિદેશી દારૂ ભરેલ ડમ્પર ઝડપી પાડ્યું છે. ઉલ્લેખનિય છે કે, થરાદ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી થરાદ માર્કેટ તરફ કપસી નીચે દારૂ સંતાડીને લઇ આવવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી ફિલ્મી ઢબે […]

Gujarat Others Trending
bsk વિદેશી દારૂ ભરેલુ ડમ્પર ઝડપાયું, પોલીસે 27 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે

બનાસકાંઠા,

બનાસકાંઠામાંથી ફરી એકવાર વિદેશી દારૂ ઝડપાયો છે. થરાદ માર્કેટયાર્ડ સામેથી આર.આર.સેલ ભુજની ટીમે કપસીની આડમાં વિદેશી દારૂ ભરેલ ડમ્પર ઝડપી પાડ્યું છે. ઉલ્લેખનિય છે કે, થરાદ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી થરાદ માર્કેટ તરફ કપસી નીચે દારૂ સંતાડીને લઇ આવવામાં આવી રહ્યો છે.

જેના આધારે પોલીસે વોચ ગોઠવી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને થરાદના માર્કેટ યાર્ડ સામેથી ડમ્પર ઝડપી પાડ્યું હતું. સાથે જ પોલીસે ડમ્પર સહિત 27 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે. પરંતુ આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે..ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

bsk 1 વિદેશી દારૂ ભરેલુ ડમ્પર ઝડપાયું, પોલીસે 27 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા ગુજરાતમાં દારૂ લાવવા માટે બુટલેગરો નવા પેતરા અજમાવતા હોય છે. થરાદ માર્કેટ યાર્ડ પાસેથી 17,11,200 લાખની 401 પેટી વિદેશી દારૂ અને 10 લાખની ગાડી સહિત 17 લાખથી વધુનો મુદામાલ આર.આર.સેલે ઝડપી થરાદ પોલીસ મથકે સોંપતા થરાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો.