Not Set/ બારડોલીની વહુ બની મિસિસ ઇન્ડિયા

બારડોલી, બારડોલીની વહુ બની મિસિસ ઇન્ડિયા ,ફરી એકવાર કર્યું સુરત જીલ્લા નું નામ રોશન ,સાથે નિભાવે છે પરિવાર ની જવાબદારી અને કોલેજ માં છે પ્રોફેસર મીસીસ ઇન્ડિયા નો પ્રાણી પ્રેમ છે અનેરો આંતર રાષ્ટ્રીય લેવલે જવાની મહેચ્છા . વાત કરીએ બારડોલી ની વહુ ડો.રોઝી પટેલ ની ,રોઝી પટેલે દિલ્હી માં યોજાયેલી રાષ્ટ્રીય લેવલ ની મિસીસ […]

Gujarat Others
rtt 9 બારડોલીની વહુ બની મિસિસ ઇન્ડિયા

બારડોલી,

બારડોલીની વહુ બની મિસિસ ઇન્ડિયા ,ફરી એકવાર કર્યું સુરત જીલ્લા નું નામ રોશન ,સાથે નિભાવે છે પરિવાર ની જવાબદારી અને કોલેજ માં છે પ્રોફેસર મીસીસ ઇન્ડિયા નો પ્રાણી પ્રેમ છે અનેરો આંતર રાષ્ટ્રીય લેવલે જવાની મહેચ્છા .

વાત કરીએ બારડોલી ની વહુ ડો.રોઝી પટેલ ની ,રોઝી પટેલે દિલ્હી માં યોજાયેલી રાષ્ટ્રીય લેવલ ની મિસીસ ઇન્ડિયા સ્પર્ધા જીતી છે અને બારડોલી સાથે ગુજરાત નું નામ પણ રોશન કર્યું છે ,મૂળ દિલ્હી ની અને રાજકોટ માં ઉછરેલી રોઝી અન લગ્ન બારડોલી ના દિલીપ પટેલ સાથે થયા હતા અને ત્યાર થી રોઝી પટેલ બારડોલી ની વતની છે.રોઝી પટેલ મીસીસ ઇન્ડિયા ની સાથે સાથે એક જવાબદાર પત્ની અને એક માં પણ છે અને એ પોતાની જવાબદારી બખૂબી નિભાવે છે ,સાથે સાથે એ બારડોલી ની ઉકા તરસાડીયા યુની.માં પ્રાફેસર તરીકે ફરજ બજાવે છે,

રોઝી પટેલ નો પ્રાણી પ્રેમ પણ અનેરો છે,રોઝી પટેલ પાસે 16 જેટલા દેસી શ્વાન અને બિલાડીઓ છે જે એમની પોતાના બાળક ની જેમ સર સંભાળ રાખે છે , વ્યસ્તતા છતાં પણ રોઝી પટેલ નું આવા મુકામ પર પહોંચવું એ તમામ શ્રેય પોતાના પતિ દિલીપ પટેલ ને આપે છે અને પોતાના પતિ ને માતાપિતા નો દરજ્જો આપે છે અને પોતાની સફળતા ન સાચા હકદાર પણ પોતાના પતિ ને ગણાવે છે, જોકે રોઝી પટેલ ની હવે આગળ ની ઈચ્છા આંતર રાષ્ટ્રીય લેવલ સુધી જઈ ગુજરાત અને દેશ નું નામ રોશન કરવાની છે.