Not Set/ તહેવારો પૂર્વે રાજ્યમાં સીંગતેલના ભાવમાં ભડકો …

રાજ્યભરમાં મગફળીના ઉત્પાદનમાં થનારા 50 ટકાના ગાબડાની જાણકારીના પગલે જ તેલિયા રાજાઓ સક્રિય બન્યા છે એટલું જ નહીં, તહેવારો પૂર્વે જ નવી મગફળીની આવકને વાર હોવા છતાં ડબે રૂ. 50નો વધારો કરવામાં સફળ થયા છે. રાજ્યભરમાં આ વર્ષે મગફળીના ઉત્પાદનમાં 50 ટકા જેટલું ગાબડું પડશે. આ વર્ષે 12 થી 15 લાખ ટન જેટલું ઉત્પાદન થવાની […]

Top Stories Rajkot Gujarat
bl11com2oils1573189991f તહેવારો પૂર્વે રાજ્યમાં સીંગતેલના ભાવમાં ભડકો ...

રાજ્યભરમાં મગફળીના ઉત્પાદનમાં થનારા 50 ટકાના ગાબડાની જાણકારીના પગલે જ તેલિયા રાજાઓ સક્રિય બન્યા છે એટલું જ નહીં, તહેવારો પૂર્વે જ નવી મગફળીની આવકને વાર હોવા છતાં ડબે રૂ. 50નો વધારો કરવામાં સફળ થયા છે.

રાજ્યભરમાં આ વર્ષે મગફળીના ઉત્પાદનમાં 50 ટકા જેટલું ગાબડું પડશે. આ વર્ષે 12 થી 15 લાખ ટન જેટલું ઉત્પાદન થવાની ધારણાના પગલે જ તેલિયા રાજાઓએ નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક છે, ત્યારે માત્ર ત્રણ જ દિવસમાં તેલનો ડબો રૂ. 50 મોંઘો કરી નાખ્યો છે.

12 soy e1539093573851 તહેવારો પૂર્વે રાજ્યમાં સીંગતેલના ભાવમાં ભડકો ...

હાલમાં તેલના ડબાનો ભાવ રૂ. 1570 છે, જે હજુ પણ વધવાની શક્યતા છે. છેલ્લા ચાર દિવસથી બ્રાન્ડવાળાઓ પણ સક્રિય થયા છે. 830માં મળતું લુઝ સિંગતેલ અત્યારે 875નું થયું છે, એ જ દિવસમાં મિલોએ 450 ટન મગફળીની ખરીદી કરી લીધી છે. નજીકના દિવસોમાં લુઝ તેલ પણ મોંઘું થશે અને તેલના ડબાનો ભાવ વધીને 1600 થવાની શક્યતા છે.

દોઢ મહિના પહેલાં જ નાફેડની ખરીદીથી મગફળીના વેપારના ભાવમાં ક્રમશઃ વધારો કરતાં આખરે સિંગતેલમાં ડબે રૂ. 100 થી 100 વધી ગયા હતા. લૂઝ સિંગતેલ 800ની સપાટી તોડીને 780-790એ આવી ગયું હતું.