Not Set/ ગુજરાત ચુંટણી અંગે સટ્ટા બજાર ગરમ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનપૂર્ણ થવાની સાથે જ લાગે છે, એક્ઝીટ પોલની સુનામી આવી ગયી હોય. જ્યાં મહત્તમ એક્ઝીટ પોલમાં ગુજરાતમાં ફરી એક વાર ભાજપાનો ભગવો લેહરાશે તેવી શક્યતા વ્યક્ત કરવામ આવી છે.. એક્ઝીટ પોલમાં સીટોની જાહેરાતની સાથે જ સટ્ટા બજારના ભાવમાં વધ-ઘટ આવી છે. સટ્ટા બજારના ભાવ મુજબ એક્ઝિટ પોલના પરિણામો ની જેમ જ બુકી […]

Top Stories

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનપૂર્ણ થવાની સાથે જ લાગે છે, એક્ઝીટ પોલની સુનામી આવી ગયી હોય. જ્યાં મહત્તમ એક્ઝીટ પોલમાં ગુજરાતમાં ફરી એક વાર ભાજપાનો ભગવો લેહરાશે તેવી શક્યતા વ્યક્ત કરવામ આવી છે.. એક્ઝીટ પોલમાં સીટોની જાહેરાતની સાથે જ સટ્ટા બજારના ભાવમાં વધ-ઘટ આવી છે. સટ્ટા બજારના ભાવ મુજબ એક્ઝિટ પોલના પરિણામો ની જેમ જ બુકી અને સટ્ટોરીયો માટે બીજેપી ફાયદાનો સોદો છે. અંતે બજાર ભાવ અને એક્ઝીટ પોલ ગુજરાતમાં બીજેપીની સરકાર બની રહ્યા છે..

ગુજરાતના સટ્ટા બજાર પ્રમાણે બીજેપીને 100 થી 105 સીટ મળવાનું અનુમાન છે. જે સામે કોંગ્રેસને ૭૪ થી ૮૦ સીટ મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. બીજેપી અને કોંગ્રેસને કેટલી સીટ મળશે તેના પર પણ સટ્ટો લાગી રહ્યો છે. વધારે બુકી બીજેપીની 110 સીટ આવવા પર સટ્ટો લાગી રહ્યો છે.

સટ્ટા બજારમાં કોંગ્રેસની 99 સીટો જીતવાનો ભાવ 7 રૂપિયા છે જ્યારે 75 સીટો જીતવાનો ભાવ 5 રૂપિયા 20 પૈસા છે. બજારમાં જેનો સૌથી વધારે ભાવ હોય છે તેનો મતલબ હોય છે કે, તેની સંભાવના નાં બરાબર હોય છે. એટલે કે

સટ્ટા બજાર પણ માને છે કે, કોંગ્રસને 99 સીટો મળવી તેવી સંભાવના ઓછી જ છે…

દેશના સત્તા બજારમાં ગુજરાત વિધાન સભાની ચુંટણી માટે પણ બુકિંગ શરુ કરી હતી… જ્યાં બજારમાં  બીજેપીના 110 સીટો જીતવાનો ભાવ 3 રૂપિયા 40 પૈસા એટલે કે એક રૂપિયા લગાવવા પર 4 રૂપિયા 40 પૈસા મળશે. વધારે સટ્ટોડિયાને વિશ્વાસ નથી કે બીજેપી 150 સીટ મેળવશે.