Not Set/ ભરૂચ: છેલ્લા સાત વર્ષથી લાલ અને પીળા રંગનું આવે છે પાણી, સ્વચ્છ પાણીની રાહ જોઈ રહ્યાં છે સ્થાનિકો

ભરૂચ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગામમાં ક્લરિંગ અને પ્રદુષિત પાણી પીવા જનતા મજબૂર બની ગઈ છે. ઔદ્યોગિક વસાહતોમાં અને તેની આસપાસ પાણીના ગેરકાયદેસર બોર દ્વારા ભૂગર્ભ જળનો  દુરૂપયોગ થવાથી જળ સ્તર નીચે ગયા છે. જેને કારણે પ્રદુષિત થયાની શંકા છે સેન્ટ્રલ ગવર્મેન્ટ વોટર ઓથોરિટીને  તપાસ અને કાર્યવાહી માટે લેખિત જાણ કરવામાં આવી છે. હાલ તો સ્થાનિકોમાં […]

Top Stories Gujarat Others Videos

ભરૂચ,

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગામમાં ક્લરિંગ અને પ્રદુષિત પાણી પીવા જનતા મજબૂર બની ગઈ છે. ઔદ્યોગિક વસાહતોમાં અને તેની આસપાસ પાણીના ગેરકાયદેસર બોર દ્વારા ભૂગર્ભ જળનો  દુરૂપયોગ થવાથી જળ સ્તર નીચે ગયા છે. જેને કારણે પ્રદુષિત થયાની શંકા છે સેન્ટ્રલ ગવર્મેન્ટ વોટર ઓથોરિટીને  તપાસ અને કાર્યવાહી માટે લેખિત જાણ કરવામાં આવી છે. હાલ તો સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.

ભરુચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ, જ્યાં છેલ્લા સાત સાત વર્ષથી અંહીના સ્થાનિકો પીવાના સ્વચ્છ પાણીની રાહ જોઈ રહ્યાં છે પણ તે તેમને નસીબ નથી. કારણ કે છેલ્લા સાત વર્ષથી અંહી લાલ રગનું પ્રદુષિત પાણી આવે છે.

અંકલેશ્વર વિસ્તારની સંસ્કારદીપ કોમ્પ્લેક્ષ, શુભમ રેસીડન્સી, ન્યાયાધીશ નિવાસ, જલારામ વુડ,તીર્થ નગર, નવા બની રહેલ સીગ્નેચર ગેલેરીયા કોમ્પલેક્ષ, રાજપીપલા રોડ પરના વિનાયક સોસાયટી અને શ્રીનાથ રો-હાઉસના બોરમાંથી પીળા રંગનું પ્રદૂષિત પાણી આવે છે.

આંખો સૂજી જવી સાથે કેન્સર જેવા ગંભીર પ્રકારના નવા નવા રોગો

બાકરોલના રામનગર વિસ્તારમાંના બોરોમાંથી પણ પ્રદૂષિત લાલ પાણી નીકળે છે. આવા લાલ અને પીળા રંગના પ્રદુષિત પાણીના વપરાશને કારણે સ્થાનિકોને અનેક રોગોનો ભોગ તેઓ બનશે તેવો ભય લાગી રહ્યો છે.

તો આ પ્રદુષિત પાણીના ઉપયોગને કારણે આંખો સૂજી જવી સાથે કેન્સર જેવા ગંભીર પ્રકારના અને નવા નવા રોગોનો સામનો પ્રજા કરી રહી છે. બીમારીઓથી પ્રજા ત્રસ્ત છે આસપાસની દરેક હોસ્પિટલો દર્દીઓથી ભરાયેલ છે.

અનેક લોકોને રજૂઆત કરી પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યુ નથી

છેલ્લા ઘણાં વર્ષોથી લાલા અને પીળા રંગના પ્રદુષિત પાણીનોના છૂટકે સ્થાનિકો વપરાશ કરી રહ્યાં છે આ અંગે તેમણે અનેક લોકોને રજૂઆત કરી પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યુ નથી આ અંગે ગ્રામજનોએ કહ્યું કે જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ મત માંગવા આવે છે, પરંતુ ત્યારબાદ અંહી કોઈ આવતું નથી.