Not Set/ ભાવનગર: સેલ્ફીએ ફરી લીધો બે લોકોનો ભોગ, ફાયરની ટીમે રેસ્ક્યુ કરી યુવાનોના મૃતદેહને બહાર કાઢ્યા

ભાવનગર, ભાવનગરના બોરતળાવમાં સેલ્ફી લેતા બે યુવાન ડૂબી ગયા છે.બંને યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું છે.ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બને યુવાનના મૃતદેહને બહાર કાઢ્યા છે. બોરતળાવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. એક આઈટીઆઈ અને એક પોલીટેક્નિક કોલેજનો વિદ્યાર્થી છે.મળતી માહિતી પ્રમાણે વિશ્વરાજસિંહ કિશોરસિંહ ગોહિલ અને હરવિજયસિંહ નામના બે વિદ્યાર્થીઓ બોર તળાવ ફરવા […]

Gujarat Others Trending
mantavya 1 125 ભાવનગર: સેલ્ફીએ ફરી લીધો બે લોકોનો ભોગ, ફાયરની ટીમે રેસ્ક્યુ કરી યુવાનોના મૃતદેહને બહાર કાઢ્યા

ભાવનગર,

ભાવનગરના બોરતળાવમાં સેલ્ફી લેતા બે યુવાન ડૂબી ગયા છે.બંને યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું છે.ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બને યુવાનના મૃતદેહને બહાર કાઢ્યા છે.

બોરતળાવ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. એક આઈટીઆઈ અને એક પોલીટેક્નિક કોલેજનો વિદ્યાર્થી છે.મળતી માહિતી પ્રમાણે વિશ્વરાજસિંહ કિશોરસિંહ ગોહિલ અને હરવિજયસિંહ નામના બે વિદ્યાર્થીઓ બોર તળાવ ફરવા ગયા હતા.

તળાવની પાળ પર બંને ઉભા રહી સેલ્ફી લઇ રહ્યા હતા. ત્યારે અકસ્માતે બંને બોરતળાવમાં ખાબક્યા હતા અને બન્નેના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે દોડી આવી બંનેના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.