Not Set/ ભાવનગરમાં બીજેપી અગ્રણી અને બિલ્ડરનું અપહરણ થયા બાદ દોઢ કલાકમાં છુટકારો

ભાવનગર, ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ પાસેથી બીજેપીના અગ્રણી અને બિલ્ડરનું ચાર શખ્સોએ અપહરણ કરીને અજ્ઞાત સ્થળે લઈ જવાયો હતો. આ અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી અને માત્ર દોઢ કલાકમાં જ અપહ્રત થયેલા બિલ્ડરને મુક્ત કરાવ્યો હતો. જો કે આ દોઢ કલાક દરમિયાન અપહરણકારો દ્વારા બિલ્ડર યુવાનને ઢોર માર […]

Top Stories Gujarat Others Trending
as 1 ભાવનગરમાં બીજેપી અગ્રણી અને બિલ્ડરનું અપહરણ થયા બાદ દોઢ કલાકમાં છુટકારો

ભાવનગર,

ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ પાસેથી બીજેપીના અગ્રણી અને બિલ્ડરનું ચાર શખ્સોએ અપહરણ કરીને અજ્ઞાત સ્થળે લઈ જવાયો હતો. આ અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી અને માત્ર દોઢ કલાકમાં જ અપહ્રત થયેલા બિલ્ડરને મુક્ત કરાવ્યો હતો. જો કે આ દોઢ કલાક દરમિયાન અપહરણકારો દ્વારા બિલ્ડર યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો જેના જેના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અપહરણની ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ પાસેથી શહેરના ભાજપના અગ્રણી અને બિલ્ડર એવા યોગેશભાઈ બાલાશંકર ધાંધલા (ઉ.વ. ૫૦ આશરે) પસાર થતાં હતા ત્યારે જીજે-4 બીઈ 605 નંબરની મારુતિવાનમાં આવેલા ચાર શખ્સો યોગેશભાઈને ઉઠાવી ગયા હતા.

આ ઘટના અંગે તુરંત પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા હતા. આ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોવા મળ્યું હતું કે સ્કૂટર પર જઈ રહેલા યાગેશભાઈને મોઢા ઉપર રૂમાલ બાંધીને આવેલા ચાર શખ્સો જબરદસ્તીપૂર્વક મારુતિવાનમાં નાખીને લઈ ગયા હતા. આ સીસીટીવી ફૂટેજને લઈને પોલીસ હરકતમાં આવી હતી અને અપહ્રત થયેલા યોગેશભાઈની શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

as 2 ભાવનગરમાં બીજેપી અગ્રણી અને બિલ્ડરનું અપહરણ થયા બાદ દોઢ કલાકમાં છુટકારો

આ ઘટના અંગે પોલીસને બાતમી મળી હતી કે, અપહરણકારો અપહ્રત યોગેશભાઈને કાળીયાબીડ વિસ્તાર તરફ લઈ ગયા છે. જેના આધારે એસઓજી, એલસીબી સહિતના પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસ કાફલાએ મળેલી બાતમી મુજબના મકાનમાં દરોડો પડ્યો હતો.

આ દરોડા દરમિયાન આ મકાનમાંથી બિલ્ડર યોગેશભાઈને પોલીસે ફિલ્મીઢબે અપહરણકારોના સકંજામાંથી મુક્ત કરાવ્યા હતા. પોલીસે અપહરણકારો પાસેથી માત્ર દોઢ કલાક જેટલા ટૂંકા સમયમાં છોડાવ્યા હોવા છતાં અપહરણકારોએ તેને ઢોર માર માર્યો હતો. જેના કારણે ઈજાગ્રસ્ત યોગેશભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ દરોડા દરમિયાન ચાર પૈકીના એક આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.