Not Set/ Video/ માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથનો રોટલો ખાશો તો પુરુષ બનશે બળદ અને સ્ત્રી…

માસિક ધર્મ મામલો જાણે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. કચ્છમાં કૃષ્ણસ્વરૂપ સ્વામીના વીડિયો બાદ હવે સ્વામી અક્ષ્યપ્રિય દાસજીનો એક વર્ષ જૂનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ માસિક ધર્મમાં રહેલી મહિલાઓ અંગેના દ્રષ્ટાંતો આપીને મહિલાઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદથી મહિલાઓમાં રોષની લાગણી ફેલાઈ છે. આ વિડીયોમાં સ્વામી પોતાના […]

Gujarat Others
Untitled 215 Video/ માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથનો રોટલો ખાશો તો પુરુષ બનશે બળદ અને સ્ત્રી...

માસિક ધર્મ મામલો જાણે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. કચ્છમાં કૃષ્ણસ્વરૂપ સ્વામીના વીડિયો બાદ હવે સ્વામી અક્ષ્યપ્રિય દાસજીનો એક વર્ષ જૂનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ માસિક ધર્મમાં રહેલી મહિલાઓ અંગેના દ્રષ્ટાંતો આપીને મહિલાઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદથી મહિલાઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

આ વિડીયોમાં સ્વામી પોતાના પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે પુરૂષોએ રસોઈ શીખવી નથી અને માતા-પિતાથી અલગ રહેવું છે તો તમારા નાના બાળકને રોટલા કોણ ખવડાવશે? તો તમે સમજો અને માતા-પિતા સાથે રહો અથવા તો રસોઈ બનાવતા શીખો નહીંતર નર્કમાં જવા તૈયાર રહેજો.

 ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામિએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ કામ ન કરવા જોઇએ. આ સમયે ઘરનું કામ કરવાથી અનિષ્ટ થાય છે. એકવાર તમે માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથના તમે રોટલા ખાઇ જાઓ એટલે બીજો અવતાર બળદનો જ છે.

શ્રી સહજાનંદ ગર્લ્સ કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને તેના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવી હતી. ત્યારે હવે વિદ્યાર્થિનીઓએ માંગ કરી છે કે આ મામલે સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.