Not Set/ ભાજપે બનાસકાંઠા, પંચમહાલ અને પોરબંદરની સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા

અમદાવાદ, ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 16 ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે વધુ ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. જેમાં બનાસકાંઠા બેઠક ઉપરથી પરબત પટેલ, પંચમહાલ બેઠક ઉપરથી રતનસિંહ અને પોરબંદર બેઠક ઉપરથી રમેશ ધડૂકનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આમ આ ત્રણેય બેઠકો પર સિટીંગ સાંસદની રિપિટ કર્યા નથી. આ નામ જાહેર થતાની […]

Ahmedabad Top Stories Gujarat Trending
maoo 9 ભાજપે બનાસકાંઠા, પંચમહાલ અને પોરબંદરની સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા

અમદાવાદ,

ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 16 ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે વધુ ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. જેમાં બનાસકાંઠા બેઠક ઉપરથી પરબત પટેલ, પંચમહાલ બેઠક ઉપરથી રતનસિંહ અને પોરબંદર બેઠક ઉપરથી રમેશ ધડૂકનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આમ આ ત્રણેય બેઠકો પર સિટીંગ સાંસદની રિપિટ કર્યા નથી.

આ નામ જાહેર થતાની સાથે જ એ સ્પષ્ટ થઇ ગયું છે કે, બનાસકાંઠા બેઠક ઉપર કેન્દ્રના રાજ્ય કક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરીને ટિકિટ આપવામાં આવી નથી. હરિભાઈના સ્થાને ચૌધરી સમાજના જ પરબત પટેલને ટિકિટ અપાઈ છે. પરબત પટેલ હાલ રાજ્ય સરકારમાં મંત્રી છે.

પંચમહાલથી હંમેશા ટિકિટની માંગ કરતા પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું પણ કપાઈ ગયું છે. આ સાથે પોરબંદર બેઠક ઉપર રમેશ ધડૂકનું નામ જાહેર કર્યું છે. પોરબંદર બેઠક પરથી વર્તમાન સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું પત્તું કપાઇ ગયું છે. કેટલાક સમય પૂર્વે કરોડોના ખર્ચે લગ્ન સમારંભ યોજીને રમેશ ધડુક ચર્ચામાં આવ્યા હતા.

અત્યાર સુધી પાંચ સિટિંગ સાંસદોની ટિકિટ કપાઇ

ભાજપે અત્યાર સુધી 19 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે. આ 19 બેઠકમાંથી ગાંધીનગર, સુરેન્દ્રનગર અને આજે જાહેર થયેલી ત્રણ બેઠક પર સિટિંગ  સાંસદોને ટિકિટ આપવામાં નથી આવી.