Amit shah-Loksabha election 2024/ રામમંદિર અંગે લોકોને દર-દર ભટકાવનારી કોંગ્રેસ પોતે હવે દર-દર ભટકી રહી છેઃ અમિત શાહ

ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની 25 બેઠક માટે મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભાજપના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમિત શાહે જામકંડોરણામાં જનસભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

Gujarat
Beginners guide to 2024 04 27T142225.334 રામમંદિર અંગે લોકોને દર-દર ભટકાવનારી કોંગ્રેસ પોતે હવે દર-દર ભટકી રહી છેઃ અમિત શાહ

જામકંડોરણાઃ  ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની 25 બેઠક માટે મતદાન થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર વેગ પકડી રહ્યો છે. ભાજપના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમિત શાહે જામકંડોરણામાં જનસભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે રામમંદિર અંગે લોકોને 70-70 વર્ષ સુધી લોકોને ભટકાવ્યા હતા અને આજે આજ કોંગ્રેસ દર-દર ભટકતી થઈ ગઈ છે અને ભાજપ સરકારે 2019માં ફરીથી ચૂંટાયા પછી રામમંદિર બનાવી લોકોની આસ્થાનો માર્ગ મોકલો કર્યો. આમ 500 વર્ષ જૂના પ્રશ્નનો ભાજપ સરકારે અંત લાવી દીધો અને આજે રામમંદિર બનીને તૈયાર પણ થઈ ગયું. આ છે પ્રજાએ આપેલી સંપૂર્ણ બહુમતીની તાકાત.

પ્રજાની આ જ તાકાતના જોર પર ભાજપ સરકારે કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી દીધી હતી. હું લોકસભામાં બોલવા ઊભો થયો ત્યારે રાહુલ ગાંધી કહેતા હતા કે કલમ 370 દૂર ના કરો, લોહીની નદીઓ વહેશે, પણ આજે કાશ્મીરની સ્થિતિ શું છે તે બધા જાણે છે. કાશ્મીર આજે દેશના બીજા રાજ્યોની સાથે હવે વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે.

તેમણે જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નોને આ રીતે ભટકાવતી અને લટકાવતી કોંગ્રેસને પ્રજાએ પોતે ભટકતી અને લટકતી કરી પીએમ મોદીને ખોબલેને ખોબલે મત આપ્યા છે. આઝાદીના સમયમાં કેટલાય પ્રશ્નો જે કોંગ્રેસની સરકારે સળગતા રાખ્યા હતા તેને ઉકેલવાની હિંમત ભાજપ સરકારે દાખવી છે. ભાજપ સરકાર સત્તા પર સંપૂર્ણ બહુમતી સાથે આવી ત્યારે 96 જિલ્લા નકસલવાદગ્રસ્ત હતા. આજે આ પ્રકારના જિલ્લાની સંખ્યા 42 જ છે. ઝારખંડ, છત્તીસગઢનો આદિવાસી સમાજ પણ દેશની વિકાસની ધારામાં જોડાવવા તત્પર છે.

ઉત્તરપૂર્વના પ્રશ્નો જ્યાં આતંકવાદ હતો ત્યાં આજે શાંતિ લાવવામાં આવી છે. મોટાભાગના લોકોએ રાજકીય કારણસર પકડેલો આતંકવાદનો માર્ગ ત્યજીને વિકાસનો માર્ગ પકડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેજીને ટકોરો કહેવત છે, તેથી સૌરાષ્ટ્રના લોકો સાનમાં સમજી જનારા લોકો છે. સૌરાષ્ટ્રે ગુજરાતને કેટલાય સીએમ તો આપ્યા છે, તેની સાથે દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા પીએમ પણ આપ્યા છે. પીએમ મોદી સૌપ્રથમ વખત સીએમ તરીકે રાજકોટમાંથી જ ચૂંટાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં લિફ્ટમાં ખામી સર્જાતા બન્યા બે અકસ્માતો, સુરતમાં લિફ્ટ પડતા 4 લોકો ફસાયા અને જામનગરના 1 સગીરનું થયું મોત

આ પણ વાંચો:હવે ભાજપના NRI પણ કરશે શક્તિ પ્રદર્શન, પીએમ મોદીના સમર્થનમાં અમદાવાદથી સુરતની કાર રેલી કાઢશે?

આ પણ વાંચો:ખાનગી શાળાઓ સામે ડીઇઓની લાલ આંખ,  FRCનો ચાર્ટ બોર્ડ પર મૂકે

આ પણ વાંચો:મોરબી બ્રીજ કેસમાં ઓરેવા ગ્રુપના પ્રયાસો સામે હાઇકોર્ટનો અસંતોષ