Not Set/ સેક્સકાંડ: BJP નેતા ભાનુશાળી ભૂગર્ભમાં, વધુ એક યુવતી સાથેના સંબંધ સામે આવ્યા

અમદાવાદ: સુરતના વરાછા વિસ્તારની યુવતીને કોલેજમાં એડમિશન અપાવવાના બહાને બળાત્કાર કરી તેની વિડિઓ ક્લિપ બનાવવાના મામલામાં ભાજપ (BJP) ના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સુરત પોલીસ શોધખોળ ચલાવી રહી છે. જોકે જયંતિ ભાનુશાળી ભૂર્ગભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદ આવી હતી. આ દરમિયાનમાં જયંતિ ભાનુશાળીના વધુ એક યુવતી […]

Ahmedabad Top Stories Gujarat Surat Trending Politics
BJP leader Jayanti Bhanushali in underground, came out with a relationship with another girl

અમદાવાદ: સુરતના વરાછા વિસ્તારની યુવતીને કોલેજમાં એડમિશન અપાવવાના બહાને બળાત્કાર કરી તેની વિડિઓ ક્લિપ બનાવવાના મામલામાં ભાજપ (BJP) ના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સુરત પોલીસ શોધખોળ ચલાવી રહી છે. જોકે જયંતિ ભાનુશાળી ભૂર્ગભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. સુરત પોલીસ પીડિતાને લઈને અમદાવાદ આવી હતી. આ દરમિયાનમાં જયંતિ ભાનુશાળીના વધુ એક યુવતી સાથે સંબંધ હોવાની વિગતો સામે આવી છે.

ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જંયતિ ભાનુશાળી સામે સુરતની યુવતી દ્વારા બળાત્કાર સહિતના આરોપોના મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે સુરત પોલીસ દ્વારા જયંતિ ભાનુશાળીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જોકે સુરત પોલીસ તેની નજીક પહોંચે તે અગાઉ જ જયંતિ ભાનુશાળી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

આ દરમિયાનમાં સુરત પોલીસ પીડિતાને લઈને સોમવારે અમદાવાદની ઉમેદ હોટલમાં આવી હતી. જ્યાં સુરત પોલીસ દ્વારા પીડિતા યુવતીને સાથે રાખીને હોટલ ઉમેદમાં જ્યાં જયંતિ ભાનુશાળી યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું તેની તપાસ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પીડિતા યુવતીએ જયંતિ ભાનુશાળી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેમાં ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી જયંતિ ભાનુશાળી દ્વારા આ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

જો કે, આ યુવતીએ અગાઉ કરેલી અરજી બાદ જયારે તેને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું ત્યાર બાદ તેણે પત્રકાર પરિષદ યોજીને પોતાની સામે કોઈ ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવું તેણે જણાવ્યું હતું.

આ દરમિયાનમાં સુરતની યુવતી સાથે દુષ્કર્મ કરવાના આરોપનો સામનો કરી રહેલા અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની કુકર્મકથામાં વધુ એક નવો ફણગો ફૂટ્યો છે. જેમાં જયંતી ભાનુશાળીના અન્ય યુવતી સાથે સંબંધો હોવાની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ યુવતી આણંદની હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી.