Education/ ગુજરાત બોર્ડના ધોરણ 9 થી 12ની વાર્ષિક પરીક્ષાની તારીખો નિર્ધારિત , શિક્ષણ વિભાગની જાહેરાત

ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12 નાં વિદ્યાર્થીઓનાં વાલીઓ ઘણા સમયથી જેની રાહ જોઇ રહ્યા હતા તે પરીક્ષાની તારીખો જાહેર થઈ ચૂકી છે.કોરોના વાયરસને કારણે વર્ષ 2020-2021ના શૈક્ષણિક

Gujarat
exam 2 ગુજરાત બોર્ડના ધોરણ 9 થી 12ની વાર્ષિક પરીક્ષાની તારીખો નિર્ધારિત , શિક્ષણ વિભાગની જાહેરાત

ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડમાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12 નાં વિદ્યાર્થીઓનાં વાલીઓ ઘણા સમયથી જેની રાહ જોઇ રહ્યા હતા તે પરીક્ષાની તારીખો જાહેર થઈ ચૂકી છે.કોરોના વાયરસને કારણે વર્ષ 2020-2021ના શૈક્ષણિક કેલેન્ડરને મોટી અસર પડી છે. કોરોના કાળમાં શાળાઓ બંધ રહી ત્યારે ઓનલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. હવે રાજ્યમાં શાળાઓ પુનઃ શરૂ થઈ ગઈ છે. પરંતુ વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની અસર જોવા મળી છે.

Political / વિજયને પચાવી, વિનમ્ર થઈ છેવાડાના વિસ્તાર સુધી વિકાસ કરીશું : CM રૂપાણીનું રાજકોટ અભિવાદન સભામાં સંબોધન

હવે શિક્ષણ વિભાગ દ્વારા  ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા અને ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાની તારીખો ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ વર્ષે વાલીઓમાં વિદ્યાર્થીઓનાં અભ્યાસને લઈને તારે ચિંતા જોવા મળી હતી,કોરોના કાળમાં બંધ રહેલા શિક્ષણ કાર્યને ધ્યાનમાં રાખવા આ વર્ષે શૈક્ષણિક વર્ષ મોડુ પૂરુ થવાનું છે. દર વર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં પરીક્ષાઓ લેવાતી હોય છે. પરંતુ આ વર્ષે શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Cricket / નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ, આ રેકોર્ડ કર્યો નામે

આજે શિક્ષણ વિભાગે જાહેર કરેલી તારીખો પ્રમાણે ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 19 માર્ચથી 27 માર્ચ સુધી લેવામાં આવશે.આ ઉપરાંત ગુજરાત શિક્ષણ વિભાગની માહિતી પ્રમાણે ધોરણ 9 અને ધોરણ 11ની વાર્ષિક પરીક્ષાનું આયોજન જૂન મહિનામાં કરવામાં આવશે. આ વર્ષે 7 જૂનથી ધોરણ 9 અને 11ની પરીક્ષા શરૂ થશે. જેને 15 જૂન સુધી પૂર્ણ કરી દેવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…