Not Set/ લ્યો કરો વાત! દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર બુટલેગરોએ જીપ ચડાવી દીધી!

રાજ્યમાં ફરી એકવાર પોલીસ પર દારૂ વેચતા બુટલેગરોએ હુમલો કર્યો છે.હળવદ પાસે આવેલા ટિકર ગામમાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરાવામાં આવ્યો છે.મળતી માહિતી પ્રમાણે હળવદ પોલીસના બે પીએસઆઇ સહિતની ટીમ ગત મોડી રાતે ટિકરના રણ માં દારૂની રેડ કરવા ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.પોલીસે રેડ કરતા રોષે ભરાયેલા લોકોએ પીએસઆઈ […]

Gujarat Others
trtr 9 લ્યો કરો વાત! દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર બુટલેગરોએ જીપ ચડાવી દીધી!

રાજ્યમાં ફરી એકવાર પોલીસ પર દારૂ વેચતા બુટલેગરોએ હુમલો કર્યો છે.હળવદ પાસે આવેલા ટિકર ગામમાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરાવામાં આવ્યો છે.મળતી માહિતી પ્રમાણે હળવદ પોલીસના બે પીએસઆઇ સહિતની ટીમ ગત મોડી રાતે ટિકરના રણ માં દારૂની રેડ કરવા ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.પોલીસે રેડ કરતા રોષે ભરાયેલા લોકોએ

પીએસઆઈ મૂળિયાની જીપ પર ચડાવી દેવાનો પ્રયાસ ર્ક્યો હતો.જો કે પીએસઆઇ મૂળિયાનો આબાદ બચાવ થયો હતો.હળવદ પોલીસે સાત ઈસમોને 25 પેટી દારૂ,બોલેરો,સ્વીફ્ટ કાર, નવ મોબાઈલ,મળી કુલ 10.27 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

આ બનાવની હળવદ પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગતરાત્રે હળવદના ટીકર રણમાં સંતલપુરથી મંગાવેલો ઈંગ્લીશ દારૂ જી.જે,36 બી.7600 નંબરની સ્વીફ્ટ ગાડી તથા જી.જે 36 ટી.4853 નંબરના બોલેરો પિકઅપ વાહનમાં બુટલેગરો કટીંગ કરી રહ્યાની ચોક્કસ બાતમી હળવદ પોલીસને મળી હતી.જેના આધારે હળવદ પી.આઈ એમ. આર સોલંકી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જી પનારા,સી.એમ ઠાકોર, યોગેસદાન ગઢવી, મુમાભાઈ રબારી,ગંભીરસીહ, બીપીનભાઈ પરમાર, વનરાજસીહ, કિરીટભાઈ, વિપુલભાઈ સહિતનો ડી સ્ટાફ  ખાનગી ડમ્પરમાં હળવદના ટીકર રણમાં ત્રાટકયા હતા.

જ્યારે બીજા પીએસઆઈ મૂળિયા પોતાની જીપ સાથે ગયા હતા.આરીતે હળવદ પોલીસે ટિકર રણમાં દારૂનું કટીંગ કરી રહેલા બુટલેગરોને કોર્ડન કરી લીધા હતા.તેથી બુટલેગરોની ભીંસ વધતા એક બુટલેગરે પોતાની કાર પીએસઆઈ મૂળિયાની જીપ પર ચડાવવાનો પ્રયાસ કરીને ભાગી છૂટ્યો હતો જોકે પીએસઆઈનો બચાવ થયો હતો.બાદમાં હળવદ પોલીસે ઘટનાસ્થળેથી રાહુલ પ્રભાત ચાવડા, ભરત લાભુ રાઠોડ, જીજ્ઞેશ રોહિત ચાવડા, વિજય પ્રવિણ તાડીયા, કલ્પેશ કાંતિલાલ મકવાણા, મહેશ થોભણ જાબુડિયા, જ્યૂભા પંચાણસિંહને રૂ.1.12 લાખના ઈંગ્લીશ દારૂ બોટલો 300 તથા બોલેરો, સ્વીફ્ટ ગાડી,9 મોબાઈલ, મળીને કુલ રૂ.10.27 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.હળવદ પોલીસે ફિલ્મી ઢબે દારૂની રેડ કરીને બુટલેગરોને ભોભીતર કરી દીધા હતા.