Not Set/ સાવધાન ! આજથી વધુ એકવાર નિયમોના ભંગ બદલ રાજ્યમાં આપવામાં આવશે ઈ-મેમો

અમદાવાદ, છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા અપાતા ઈ-ચલણની સિસ્ટમમાં ટેકનીકલ ખામીઓના કારણે બંધ કરવામાં આવેલી પદ્ધતિને રવિવારથી ફરીથી રાજ્યભરમાં શરુ કરવામાં આવી છે. ત્યારે હવે શહેરીજનો વધુ એકવાર નિયમોના ભંગ બદલ સાવધાન થઇ જશો કારણ કે પોલીસ દ્વારા હવે આ સિસ્ટમમાં કેટલાક નવા નિયમ સાથે ઈ-મેમો આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ પ્રમાણે, […]

Gujarat
lll સાવધાન ! આજથી વધુ એકવાર નિયમોના ભંગ બદલ રાજ્યમાં આપવામાં આવશે ઈ-મેમો

અમદાવાદ,

છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા અપાતા ઈ-ચલણની સિસ્ટમમાં ટેકનીકલ ખામીઓના કારણે બંધ કરવામાં આવેલી પદ્ધતિને રવિવારથી ફરીથી રાજ્યભરમાં શરુ કરવામાં આવી છે. ત્યારે હવે શહેરીજનો વધુ એકવાર નિયમોના ભંગ બદલ સાવધાન થઇ જશો કારણ કે પોલીસ દ્વારા હવે આ સિસ્ટમમાં કેટલાક નવા નિયમ સાથે ઈ-મેમો આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે.

આ સિસ્ટમ પ્રમાણે, જે વાહન ચાલક હેલમેટ વગર, સીટ બેલ્ટ વગર, ટ્રાફિક સિગ્નલના ભંગ, નો એન્ટ્રીમાં પ્રવેશ, રોંગ સાઈડ વાહન હાંકવા પર, ત્રણ સવારી અને નો પાર્કિગમાં વાહન પાર્ક કરવા અંગે ઘરે ઈ-મેમો મોકલી દેવામાં આવશે.

CCTV 2 સાવધાન ! આજથી વધુ એકવાર નિયમોના ભંગ બદલ રાજ્યમાં આપવામાં આવશે ઈ-મેમો

આ નિયમોના ભંગ બદલ ઇ-મેમો દ્ધારા ૧૦૦થી લઇને એક હજાર રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે. નવી ઈ-ચલણની સિસ્ટમમાં કેટલાક દંડના નવા નિયમો સાથે લાગુ કરવામાં આવી છે.

hqdefault સાવધાન ! આજથી વધુ એકવાર નિયમોના ભંગ બદલ રાજ્યમાં આપવામાં આવશે ઈ-મેમો

નિયમોનું ભંગ કરનારને પહેલી વખત ૧૦૦ રૂપિયાનો દંડ, બીજી અને ત્રીજી વખત ૩૦૦ રૂપિયા દંડ જયારે ચોથી વખત નિયમનો ભંગ કરનાર વ્યક્તિનું લાઇસન્સ રદ્દ કરવામાં આવશે.

જયારે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા વ્યક્તિ પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ, બીજી અને ત્રીજી વખત ૨૦૦૦ રૂપિયા દંડ જયારે ચોથી વખત નિયમનો ભંગ કરનાર વ્યક્તિનું લાઇસન્સ રદ્દ કરવામાં આવી શકે છે.

મહત્વનું છે કે, પહેલાની ઈ-ચલણની સિસ્ટમમાં ખામી આવ્યા બાદ ઘણા સમયથી અમદાવાદના વિવિધ ટ્રાફિક જંક્શનો પર હાઈટેક કેમેરા નાખવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું, જે લગભગ પૂરું થઈ જતાં હવે ઇ-મેમોની સિસ્ટમ વધુ એકવાર શરૂ કરવામાં આવી છે.

1 સાવધાન ! આજથી વધુ એકવાર નિયમોના ભંગ બદલ રાજ્યમાં આપવામાં આવશે ઈ-મેમો

અમદાવાદ શહેરમાં કુલ ૧૩૦૦થી વધુ હાઇટેક ટેકનોલોજી વાળા સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. શહેરમાં ખાસ કરીને ઇન્કમટેક્ષ, નહેરુબ્રિજ, વાડજ સર્કલ સહિતના ચાર રસ્તા પર ૧૦ જેટલા સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે જેથી  ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને સીસીટીવી કેમેરા દ્વારા ઝડપી તેના ફોટા સાથે ઇ-મેમો ઘર પર પહોંચાડી તેની પાસેથી દંડની વસૂલાત કરવામાં આવશે.

વડોદરા શહેરમાં પણ અમિત નગર સર્કલ, કાલાઘોડા સાકરલ, સરદાર એસ્ટેટ ચાર રસ્તા, સંગમ ચાર રસ્તા નટુભાઈ સર્કલ, એલ એન્ડ ટી સર્કલ સહિતના કુલ ૧૯ સ્થળોએ સીસીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, આ પહેલા શરુ કરવામાં આવેલી ઈ-મેમોની સુવિધા દરમિયાન આ સિસ્ટમમાં કેટલીક ટેકનીકલ ખામીઓ સામે આવી હતી. ઈ ખામીઓના કારણે નિયમ ભંગ ન કર્યો હોય તેવા વાહન ચાલકોને પણ ઈ-મેમો પહોંચી જતો હતો. આવી ફરિયાદો રાજ્યભરમાંથી મળી આવી હતી. આ કારણે લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી. ત્યારે આ સેવા બંધ કરવામાં આવી હતી