Not Set/ ડીપીએસ માન્યતા રદ મામલો,વાલી ઓ ભારે રોષમાં, CBSE ના અધિકારીઓ ગુજરાત આવી તપાસ કરશે

અમદાવાદમાં હાથીજણમાં આવેલ નિત્યાનંદ આશ્રમમાં થયેલા વિવાદ બાદ ડીપીએસ ઇસ્ટ સ્કૂલની એનઓસી અને એફિલિએશનને લઈને સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. ડીપીએસ સ્કૂલને અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવામાં આવતા અહીં ભણતા 800 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાઈ ગયું છે.વિદ્યાર્થીઓ માટે અચાનક સ્કૂલ બંધ થઈ જતા તેમના વાલીઓ ભારે ચિંતામાં મુકાયા હતા અને મીટિંગોના દોર […]

Top Stories
Untitled 32 ડીપીએસ માન્યતા રદ મામલો,વાલી ઓ ભારે રોષમાં, CBSE ના અધિકારીઓ ગુજરાત આવી તપાસ કરશે

અમદાવાદમાં હાથીજણમાં આવેલ નિત્યાનંદ આશ્રમમાં થયેલા વિવાદ બાદ ડીપીએસ ઇસ્ટ સ્કૂલની એનઓસી અને એફિલિએશનને લઈને સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. ડીપીએસ સ્કૂલને અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવામાં આવતા અહીં ભણતા 800 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાઈ ગયું છે.વિદ્યાર્થીઓ માટે અચાનક સ્કૂલ બંધ થઈ જતા તેમના વાલીઓ ભારે ચિંતામાં મુકાયા હતા અને મીટિંગોના દોર ચાલુ કર્યા હતા.

ડીપીએસ સ્કૂલના વાલીઓ અમદાવાદના  ઉત્તમનગર ગાર્ડનમાં મીટિંગ કરીને તેઓ  જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ઓફિસે પહોંચ્યા હતા. વાલીઓએ DEO સમક્ષ સ્કૂલ ચાલુ રાખવાની લેખિત ગેરંટી માંગીને જો તે આપવામાં આવશે તો જ સંકુલ છોડવાની માંગ કરી હતી.

ડીપીએસ સ્કૂલના 122 વાલીઓએ સહી કરીને DEOને આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે સ્કૂલ બહાર કેટલાક વાલીઓ ધરણા કરીને વિરોધ નોંધાવી રહ્યા હતા.વહેલી સવારથી વાલીઓ બાળકો સાથે સ્કૂલ પહોંચ્યા હતા. ન્યાય ન મળે ત્યાં સુધી ધરણાં યોજ્યા હતા.

બીજી તરફ રાજ્ય સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ડીપીએસનું અફીલીએશન જેની સાથે છે તે સેન્ટ્રલ બોર્ડ ( CBSE) ના અધિકારીઓ અહીં આવશે અને તપાસ કરશે.

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ સીબીએસઈ ચેરમેન સાથે  ટેલિફોનિક વાત કરીને તપાસ કરાવવા વિશે જણાવ્યું હતું. ડીપીએસની માન્યતા રદ કરવા મામલે સીબીએસસીના અધિકારીઓ ગુજરાત શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ યોજીને માન્યતા રદ કરવા મામલે ચર્ચા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.