Not Set/ સુરત સ્ટેશન પર શરૂ કરાઈ ચાઈલ્ડ હેલ્પ લાઈન,15 દિવસમાં 7થી વધુ બાળકોને કરાઈ મદદ

સુરતના રેલ્વે સ્ટેશન પર પ્રથમ ચાઈલ્ડ હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી 15 દિવસથી શરૂ કરાયેલી હેલ્પ લાઈન પર સાતથી વધુ બાળકોને તેમના પરીવાર સાથે મિલાપ કરવામાં સફળ રહી છે, 1098 નંબર પર સંપર્ક કરી મુસીબતમા રહેલા બાળકોની મદદ માટે આ હેલ્પ શરૂ  કરવામાં આવી છે. મહિલા બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ હેલ્પ લાઈન શરૂ કરવામાં […]

Surat Trending
ad 4 સુરત સ્ટેશન પર શરૂ કરાઈ ચાઈલ્ડ હેલ્પ લાઈન,15 દિવસમાં 7થી વધુ બાળકોને કરાઈ મદદ

સુરતના રેલ્વે સ્ટેશન પર પ્રથમ ચાઈલ્ડ હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી 15 દિવસથી શરૂ કરાયેલી હેલ્પ લાઈન પર સાતથી વધુ બાળકોને તેમના પરીવાર સાથે મિલાપ કરવામાં સફળ રહી છે, 1098 નંબર પર સંપર્ક કરી મુસીબતમા રહેલા બાળકોની મદદ માટે આ હેલ્પ શરૂ  કરવામાં આવી છે.

મહિલા બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી છે. પશ્મિમ રેલ્વે દ્વારા સુરત, વડોદરા, અમદાવાદમાં સેવા શરૂ કરવામાં આવી છે.

આ હેલ્પ લાઈનના માધ્યમથી ખોવાયેલ બાળકો, અપહરણ કરેલા બાળકો, મુસીબતીમાં હોય તેવા બાળકો, માતા- પિતાથી છુટ્ટા પડી ગયેલા બાળકોને તેમના માતા- પિતા સાથે મિલાપ કરવામાં માટે અસરકારક પુરવાર થશે.

જો કોઈ બાળક સુરત રેલ્વે સ્ટેશન પરથી મળી આવે તો તેને આ હેલ્પલાઈન સાથે જોડાયેલ નવસર્જન ટ્રસ્ટને  સોંપવામાં આવે છે અને જયાં સુધી બાળકના પરીવાજનોની ભાળ ન મળે ત્યાં સુધી આ ટ્રસ્ટ જ બાળકની રહેવાની સગવડ પૂરી પાડે છે. પશ્મિમ રેલ્વે દ્વારા શરૂ કરાયેલ ચાઈલ્ડ લાઈન હેલ્પ લાઈનને અહીં આવતા તમામ લોકોએ આવકારી છે.