Not Set/ બીટ કોઈન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સામે જાહેર કરવામાં આવી લુક આઉટ નોટિસ

અમદાવાદ, રાજ્યના બહુ ચર્ચિત એવા બીટકોઈન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને સમન્સ બજાવવા છતાં હાજર ન થતાં સીઆઈડી ક્રાઈમ દ્વારા કોર્ટમાંથી ધરપકડ વોરંટ કઢાવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા વિદેશ ભાગી જાય તેવી દહેશત હોવાના કારણે સીઆઈડી ક્રાઈમ દ્વારા લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવશે. અનેક વોરંટ મોકલવા છતાં કોટડિયા CID ક્રાઈમ સમક્ષ […]

Ahmedabad Gujarat
11021121 720118231430806 3790748914226399983 n 280716 084235 બીટ કોઈન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સામે જાહેર કરવામાં આવી લુક આઉટ નોટિસ

અમદાવાદ,

રાજ્યના બહુ ચર્ચિત એવા બીટકોઈન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને સમન્સ બજાવવા છતાં હાજર ન થતાં સીઆઈડી ક્રાઈમ દ્વારા કોર્ટમાંથી ધરપકડ વોરંટ કઢાવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા વિદેશ ભાગી જાય તેવી દહેશત હોવાના કારણે સીઆઈડી ક્રાઈમ દ્વારા લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવશે.

અનેક વોરંટ મોકલવા છતાં કોટડિયા CID ક્રાઈમ સમક્ષ હાજર થતા નથી

રાજ્યના જ નહિ દેશભરમાં ચકચાર મચાવનારા બીટ કોઈન કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા ગત તા. ૬ મેના રોજ ચંદીગઢમાં હોવાનું જાણવા મળતા સીઆઈડી ક્રાઈમની ટીમ ચંદીગઢ પહોંચી ગઈ છે. પરંતુ હજુ સુધી નલિન કોટડિયા મળ્યા નથી કે નથી તેમનું લોકેશન પોલીસને મળ્યું.

આ ઉપરાંત નલિન કોટડિયાના સંભવિત આશ્રયસ્થાનો છે તેવા સ્થળો ઉપર પોલીસની છ ટીમો દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા છતાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સીઆઈડી ક્રાઈમ સમક્ષ હજુ સુધી હાજર થયા નથી.

પોલીસે પાલડિયાના મિત્ર પાસેથી રૂ.૧૦ લાખ કબજે લીધા

બીટ કોઈન કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમની ટીમે સૂરતમાં રહેતા કેતન પાલડિયાના મિત્ર પાસેથી રૂ.૧૦ લાખ કબજે કર્યા છે. આમ પોલીસે ૧૨ કરોડના બીટ કોઈન કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ રૂ.૩૭ લાખ કબજે કર્યા છે.

નેક્સા કોઈનમાં પણ કરોડો રૂપિયાનું કૌભાંડ થયાની શંકા

સીઆઈડી ક્રાઈમે કેતન પાલડિયાના વોલેટમાંથી ૧૭૯ બીટ કોઈન કબજે કર્યા છે. આ બીટ કોઈન ડોલરમાં વટાવવામાં આવશે અને તેમાંથી જે પૈસા મળશે તે પૈસા સીઆઈડી ક્રાઈમ કોર્ટમાં જમા કરાવશે. પૈસા જમા કરાવવા માટે સીઆઈડી ક્રાઈમે બેંક એકાઉન્ટ પણ ખોલાવી દીધુ છે. કેતન પાલડિયાએ બીટ કોઈનની જેમ જ નેકસા કોઈનમાં પણ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. જેની તપાસમાં સીઆઈડી ક્રાઈમે સૂરતના ૧૦ વ્યક્તિઓના નિવેદન લીધા છે.