Not Set/ સુરત : નશાની હાલતમાં ડ્રાઈવરે અથડાવી બસ ,બસની સીટ નીચેની મળી આવી દેશી દારૂની પોટલીઓ

સુરત, સુરતમાં અવારનવાર એક્સિડન્ટની ઘટનાઓ સામે આવીતી રહે છે. ત્યારે સુરતી વધુ એક એક્સિડન્ટનો બનાવ સામે આવ્યો છે.જેમાં એક બસ ચાલકની બેદરકારી સામે આવી છે. આપને જણાવી દઈએ સમગ્ર ઘટના વિશે કે જેમાં સુરત સિટી બસ ચાલકની બેદરકારીનો વધુ એક બનવા સામે આવ્યો છે. આ એક્સિડન્ટ એક બાંકડા સાથે બસ અથડાવાથી થયો છે.ભીમપોરમાં દારૂના નશામાં […]

Gujarat Surat
hhb 1 સુરત : નશાની હાલતમાં ડ્રાઈવરે અથડાવી બસ ,બસની સીટ નીચેની મળી આવી દેશી દારૂની પોટલીઓ

સુરત,

સુરતમાં અવારનવાર એક્સિડન્ટની ઘટનાઓ સામે આવીતી રહે છે. ત્યારે સુરતી વધુ એક એક્સિડન્ટનો બનાવ સામે આવ્યો છે.જેમાં એક બસ ચાલકની બેદરકારી સામે આવી છે.

આપને જણાવી દઈએ સમગ્ર ઘટના વિશે કે જેમાં સુરત સિટી બસ ચાલકની બેદરકારીનો વધુ એક બનવા સામે આવ્યો છે. આ એક્સિડન્ટ એક બાંકડા સાથે બસ અથડાવાથી થયો છે.ભીમપોરમાં દારૂના નશામાં સિટી બસના ચાલકે બસ બાંકડા સાથે અથડાવી દીધી. આ ઘટના બનતા ત્યાં લોકો ભેગા થઇ ગયા હતા.

BusAccidentSurat.jpg

જણાવી દઈએ કે ત્યાં સ્થનિક લોકોનું કહેવું છે કે બસના બધા જ મુસાફરોને ઉતારી બસનો ડ્રાયવર દારૂ પીવા ગયો હતો. અકસ્માત થયા પછી બસની સીટ નીચેથી પણ લોકોને દેશી દારૂની પોટલી મળી આવી હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ રીતની જાનહાનિ થઈ નહોતી.

ઉલ્લેખનીય છે કે  છેલ્લા 10 થી 15  દિવસમાં સુરતમાં અકસ્માતમાં 3 લોકોના મોત થઇ ચૂક્યા છે.