કોલકત્તા,
શારદા કૌભાંડમાં પોલીસ કમિશ્નર રાજીવ કુમારની તપાસ માટે પહોંચેલી સીબીઆઈની ટીમ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ વિશે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી હતી.આ સુનવણીમાં સુપ્રિમ કોર્ટે કોલકત્તાના પોલિસ કમિશનરની ધરપકડ કરવાની મનાઇ કરીને તેમને સીબીઆઇ દ્રારા થઇ રહેલી તપાસમાં સહકાર આપવા જણાવ્યું હતું.
સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે સીબીઆઇએ પોલિસ કમિશનરની પુછપરછ કરવી હોય તો તેમને વેસ્ટ બંગાળ બહાર મેઘાલયમાં શિલોંગમાં બોલાવવા પડશે.
સુપ્રિમ કોર્ટે વધુ સુનવણી 20 ફેબ્રુઆરીએ રાખી છે.
સીબીઆઇએ કોર્ટમાં એફીડેવીટ રજુ કરીને કહ્યું કે શારદા ચીટ ફંડ સ્કેમમાં પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે.શારદા ચીટ ફંડ સ્કેમમાં તપાસ કરી રહેલ બંગાળ પોલિસની સીટે આ કેસના મુખ્ય આરોપી(પોલિસ કમિશનર રાજીવ કુમાર)ને જ લેપટોપ,મોબાઇલ અને ફોન આપી દીધા છે.
સીબીઆઇએ સુપ્રિમ કોર્ટમાં કરેલી એફીડેવીટમાં પોલિસ કમિશનર રાજીવ કુમાર પર આરોપ મુક્યો હતો તેઓ સીટના વડા હતા અને તેમણે જ પુરાવાનો નાશ કર્યો છે.
શારદા ચીટ સ્કેમમાં પોતાના પોલિસ કમિશનર માટે રવિવાર રાતથી ધરણાં પર બેઠેલા બંગાળના ચીફ મિનિસ્ટર મમતા બેનરજીએ આજે ત્રીજા દિવસે પણ મોદી સરકાર સામે પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો.
મમતા બેનરજીએ કહ્યું છે કે, હું જીવ દેવા તૈયાર છું પરંતુ સમજૂતી કરવા નહીં.
બીજી બાજુ રવિવાર રાતથી ધરણાં પર બેઠેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કહ્યું છે કે, હું જીવ દેવા તૈયાર છું પરંતુ સમજૂતી કરવા નહીં.
મમતાએ કહ્યું, જ્યારે મોદી સરકારે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને હાથ લગાવ્યો ત્યારે હું રસ્તા પર નહોતી ઉતરી. મને એ વાતની નારાજગી છે કે, કેન્દ્રએ એક સીનિયર અધિકારી એવા કોલકાતાના પોલીસ કમિશ્નરનું અપમાન કર્યું છે.
બીજી તરફ કોંગ્રેસના પ્રેસીડન્ટ રાહુલ ગાંધી સહિત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ,આંધ્રના સીએમ ચંદ્રાબાબૂ નાયડૂ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલા, મનસેના રાજ ઠાકરે સહિત 16 રાજ્યોના 21 પક્ષના નેતાઓએ મમતા બેનરજીને સમર્થન આપ્યું છે.