Top Stories/ ગુજરાતના સિંહાસનનો સરતાજ ભુપેન્દ્ર પટેલના શીરે,ધારાસભ્ય દળની બેઠકમાં મારવામાં આવી મહોર

ગુજરાતના સિંહાસનનો સરતાજ આખરે  નામે ફાઈનલ થઇ ગયો છે. રવિવારે બપોરે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે મંથન કરવામાં આવ્યું હતું.

Top Stories
Bhupendra Patel e1595416139580 ગુજરાતના સિંહાસનનો સરતાજ ભુપેન્દ્ર પટેલના શીરે,ધારાસભ્ય દળની બેઠકમાં મારવામાં આવી મહોર

ગુજરાતના સિંહાસનનો સરતાજ આખરે  ભુપેન્દ્ર પટેલના નામે ફાઈનલ થઇ ગયો છે. રવિવારે બપોરે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે મંથન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દળની બેઠકમાં દિલ્હીથી આવેલા નિરીક્ષકો પ્રહલાદ જોશી અને નરેન્દ્રસિંહ તોમર પણ હાજર રહ્યા હતા. આ સિવાય પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ પણ હાજર રહ્યા હતા.

બેઠકમાં સર્વસમંતિથી  ભુપેન્દ્ર પટેલનું  જાહેર કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, શનિવારે બપોરે ગુજરાતની કમાન સંભાળનારા વિજય રૂપાણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળીને રાજીનામું આપી દીધું હતું. મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામાં બાદ રાજકારણમાં ગરમાવો જોવા માટે મળી રહ્યો છે. ગુજરાતમાં વિવિધ નામો પર ચર્ચા કરવામાં આવી રહી છે. આખરે હાઈકમાન્ડે અટકળોનો અંત લાવી ભુપેન્દ્ર પટેલના નામ પર મહોર મારી દીધી છે.