Not Set/ રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ મુખ્યમંત્રીનું મોટું નિવેદન

ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવી દીધો છે, ત્યારે હવે રાજ્યમાં કોરોનાના દરરરોજ ૪૦૦૦થી વધુ કેસો સામે આવી રહ્યા છે.

Ahmedabad Top Stories Gujarat
cm today 1 રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ મુખ્યમંત્રીનું મોટું નિવેદન

ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવી દીધો છે, ત્યારે હવે રાજ્યમાં કોરોનાના દરરરોજ ૪૦૦૦થી વધુ કેસો સામે આવી રહ્યા છે. આ સ્થિતિમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ એ છે કે, કેટલાક જિલ્લાઓમાં સ્થિતિ એ છે કે, ક્યાંક ઓક્સિજનની ખોટ પડી રહી છે તો ક્યાંક બેડ પણ ખૂટી રહ્યા છે, ત્યારે આ સ્થિતિને લઈ મુખ્યમંત્રી રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે.

સીએમ રુપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં સંક્રમણમાં વ્યાપક વધારો થયો છે અને રાજ્યમાં 1200થી વધુ ધન્વંતરિ રથ કાર્યરત છે. અનેક પ્રદેશની સાથે ગુજરાતમાં સંક્રમણ વધ્યું છે, ત્યારે ધન્વંતરિ રથમાં એન્ટિજન ટેસ્ટની સુવિધા હશે અને ધન્વંતરિ રથમાં આરોગ્યની સુયોગ્ય ચકાસણી થશે. આ માટે 5 લોકોનો સ્ટાફ ધન્વંતરિ રથમાં હાજર રહેશે, જેઓ સંક્રમિતોને તરત સારવાર મળે તેવો પ્રયાસ કરાશે. મેડિકલ,પેરામેડિકલનો સ્ટાફ હાજર રહેશે.

આ પણ વાંચો :જાણો, ક્યાં મળી આવ્યા બે હજારથી વધુ મૃત મરઘા, ગંદકી અને દુર્ગધથી લોકા ત્રાહીમામ પોકારી ઉઠયા

આ સાથે સીએમએ જણાવ્યું કે, સરકાર લોકોને સારવાર આપવા માટે કટિબદ્ધ છે અને 965 વેન્ટિલેટરનો વધારો કરવામાં આવ્યો છે. સુરતમાં 4 હજાર,વડોદરામાં 3500 બેડ ફાળવાયા ચ અને બધા લોકો માસ્ક પહેરે,નિયમનું પાલન કરે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી થોડા દિવસ બહાર ના નીકળવું જોઈએ અને ચાર મનપા વિસ્તારમાં કોરોના સંક્રમણ વધ્યું છે.

રેમડેસિવિર ઇન્જેકશન અંગે તેઓએ જણાવ્યું કે, રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેકશન માત્રા વધારાઇ છે અને સરકારી હોસ્પિટલોમાં ઇન્જેકશન મોકલાઇ રહ્યાં છે. આ સાથે વેક્સિન લઇશું-માસ્ક પહેરીશું તો આ સ્થિતિથી બહાર નીકળીશું. ભાજપનાં રેમડેસિવિર અંગે સરકારને લેવાદેવા નથી અને સરકાર કોઇ ખાનગી વ્યકિતને ઇન્જેકશન આપતી નથી.

આ પણ વાંચો :રાજકોટમાં કોરોનાની રંજાડ : 8 જૈન મહાસતીજી તેમજ ભાજપ મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણીનો સમગ્ર પરિવાર કોરોના ગ્રસ્ત

કોરોના ટેસ્ટિંગ અંગે તેમને જણાવ્યું કે, રાજ્યમાં ટેસ્ટીંગનાં પ્રમાણમાં વધારો કરાયો છે અને મહત્તમ ટેસ્ટિંગને કારણે વધુ લોકો સંક્રમિત થયા. થોડા દિવસ પુરતું બહાર ના નીકળવા અપીલ છે. આ સ્થિતિમાં રોજના 1 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે અને કેડિલાએ નાગરિકોનાં હિતમાં સારી વ્યવસ્થા કરી છે.ગાંધીનગર મનપાની ચૂંટણી અંગે તેમને કહ્યું કે, આ વાતાવરણમાં ચૂંટણી યોજવી યોગ્ય નહીં એટલા માટે ચૂંટણીપંચને પત્ર લખી રજૂઆત કરી છે.

આ પણ વાંચો :ગુજરાતમાં મહિનાના શનિ-રવિ પાનનાં ગલ્લાં બંધ

આ પણ વાંચો :લો બોલો…  ભારે ટ્રાફિકના કારણે “દોડતી હોસ્પીટલ” રસ્તાની વચ્ચે અટવાઇ