Not Set/ Women T20 World Cup/ ભારત-પાકિસ્તાન વોર્મ મેચ રદ્દ, જાણો શું છે કારણ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 16 ફેબ્રુઆરીએ વર્લ્ડ કપ ટી-20 શરૂ થવાની હતી જ્યારે ભારતીય ટીમ પોતાની હરીફ પાકિસ્તાન ટીમ સાથે વર્લ્ડ કપની વોર્મ-અપ મેચ રમવા જઇ રહી હતી. મેચ બ્રિસ્બેનમાં એલન બોર્ડર ફિલ્ડ પર રમાવવાની હતી પરંતુ આ મેચમાં એક પણ બોલ ફેંકી શકાયો નહીં. ટોસ પણ થઇ શક્યો ન હતો અને આ મેચ વરસાદને […]

Top Stories Sports
Indo pak Women T20 World Cup/ ભારત-પાકિસ્તાન વોર્મ મેચ રદ્દ, જાણો શું છે કારણ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 16 ફેબ્રુઆરીએ વર્લ્ડ કપ ટી-20 શરૂ થવાની હતી જ્યારે ભારતીય ટીમ પોતાની હરીફ પાકિસ્તાન ટીમ સાથે વર્લ્ડ કપની વોર્મ-અપ મેચ રમવા જઇ રહી હતી. મેચ બ્રિસ્બેનમાં એલન બોર્ડર ફિલ્ડ પર રમાવવાની હતી પરંતુ આ મેચમાં એક પણ બોલ ફેંકી શકાયો નહીં. ટોસ પણ થઇ શક્યો ન હતો અને આ મેચ વરસાદને કારણે સંપૂર્ણ ધોવાઈ ગઈ હતી.

આ મેચ દ્વારા, બંને ટીમોને વર્લ્ડ કપનાં નિર્ણાયક મેચ પહેલા તેમના પ્લેઇંગ ઇલેવનને શોધવા અને બનાવવાની તક મળી હતી. આ અગાઉ ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયામાં ત્રિકોણીય શ્રેણી રમી હતી, જેમાં તે ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી, પરંતુ ત્યાં તેમને યજમાનોની ટીમથી હારનો સામનો કરવો પડ્યો હતો. મહિલા વર્લ્ડ કપ 21 ફેબ્રુઆરીથી શરૂ થશે અને પ્રથમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ વર્લ્ડ કપ 8 માર્ચ સુધી ચાલશે જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે. આ અગાઉ ભારતીય મહિલા ટીમ ઇન-ફોર્મ ઓપનર સ્મૃતિ મંધાના માને છે કે 21 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થનારી આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ભારતને મધ્ય ક્રમને સંભાળવા માટે શીર્ષ ચારને લાંબી બેટિંગ કરવાની જરૂર છે.

મંધાનાએ કહ્યું, “મધ્યમ ક્રમ ચોક્કસપણે વધુ સારો બની શકે છે.” તેણે કહ્યું, ‘હજી પણ કેટલીક બાબતો છે જે અમારે પોતાની બેટિંગથી પૂર્ણ કરવાની છે અને અમે તે માટે પૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ. મિડલ ઓર્ડરને ટેકો આપવાની શ્રેષ્ઠ રીત, ટોચનાં ઓર્ડર માટે 20 ઓવરમાં બેટિંગ કરવી. મને લાગે છે કે આપણે ટોચનાં ચારે લાંબા સમય સુધી ટકવાનો પ્રયત્ન કરવો પડશે. “આપણે 16 મી કે 17 મી ઓવર સુધી ન આઉટ થવાનો પ્રયત્વ કરવો જોઇએ અને જો આપણે 20 મી ઓવર સુધી ટકી રહીશું તો સમસ્યાનું સમાધાન થઈ જશે”, 23 વર્ષીય મંધાના આ વખતે આઇસીસી રેન્કિંગમાં ચોથા નંબરની ટી-20 બેટ્સમેન બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.