Not Set/ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપમાંથી વિજય રૂપાણી ઉમેદવારી ફોર્મ ભર્યું.

રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપમાંથી વિજય રૂપાણી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. 12.39 વાગે વિજય મુહૂર્તમાં વિજય રૂપાણી ઉમેદવારી પત્રક ભરી ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા. ઉમેદવારી પત્રક ભર્યા પહેલા રૂપાણીએ સભા સંબોધી હતી. જ્યાં તેઓએ કોંગ્રેસને જડમૂળથી ઉખાડી ફેંકવાનો હુંકાર કર્યો હતો. તો રાજકોટ આવી પહોંચેલા અરુણ જેટલીએ પણ જંગી બહુમતીએ જીતશે તેમ જણાવ્યું હતું. […]

Top Stories
Vijay Rupani રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપમાંથી વિજય રૂપાણી ઉમેદવારી ફોર્મ ભર્યું.

રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપમાંથી વિજય રૂપાણી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. 12.39 વાગે વિજય મુહૂર્તમાં વિજય રૂપાણી ઉમેદવારી પત્રક ભરી ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા. ઉમેદવારી પત્રક ભર્યા પહેલા રૂપાણીએ સભા સંબોધી હતી. જ્યાં તેઓએ કોંગ્રેસને જડમૂળથી ઉખાડી ફેંકવાનો હુંકાર કર્યો હતો. તો રાજકોટ આવી પહોંચેલા અરુણ જેટલીએ પણ જંગી બહુમતીએ જીતશે તેમ જણાવ્યું હતું. રાજકોટમાં વહેલી સવારથી જ વિજય રૂપાણી જાગનાથ મંદિરે મહાદેવના દર્શન કર્યા હતા, ત્યારબાદ તેઓએ કાર્યકરો સાથે સભા સંબોધી હતી, વિજયભાઇએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે ,કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે, ત્રણ લોકો જ તેમને ચૂંટણી જીતાડશે, આ વખતે આપણે કોંગ્રેસને જડમૂળથી ઉખાડી ફેંકવાની છે, તેઓએ કહ્યું કે આ વખતે આપણે 150 પ્લસથી ભાજપનો વિજય થશે. તો અરુણ જેટલીએ પણ પાર્ટીના લક્ષ્ય સિદ્ધ કરવાની અપીલ કરી હતી.