Not Set/ કોંગ્રેસે કર્યો રાજયભરમાં નોટબંધી પર વિરોધ

નોટબંધી થયાને એક વર્ષ પૂર્ણ થયુ છે ત્યારે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહયો છે. વિપક્ષ દ્રારા રાજયભરમાં વિરોધ કરવામાં આવી રહયો છે તો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ નોટબંધીને લઇને વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા નિશિત વ્યાસની આગેવાનીમાં કોગેંસના કાર્યકરોએ કાળી રીબીન બાંધી ભાજપ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં […]

Gujarat
59fbeb319f24b કોંગ્રેસે કર્યો રાજયભરમાં નોટબંધી પર વિરોધ

નોટબંધી થયાને એક વર્ષ પૂર્ણ થયુ છે ત્યારે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહયો છે. વિપક્ષ દ્રારા રાજયભરમાં વિરોધ કરવામાં આવી રહયો છે તો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ નોટબંધીને લઇને વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા નિશિત વ્યાસની આગેવાનીમાં કોગેંસના કાર્યકરોએ કાળી રીબીન બાંધી ભાજપ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો પણ જોડાયા હતા

તો પાટણમાં કોંગ્રેસ કાર્યકરોએ કાળી પટ્ટી ધારણને દેખાવો કર્યો હતો. બગવાડા ખાતે નોટબંધીના વિરોધમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા. જેમાં મહિલા કાર્યકરો પણ જોડાયા હતા અને ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. જેના પગલે પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

તો બીજી તરફ ભાવનગરમાં પણ નોટબંધીને લઇને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સિહોર રોડ પર કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉતરી આવ્યા હતા અને કાળી પટ્ટી ધારણ કરીને ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા.

ત્યારે કોંગ્રેસ દ્વારા આજના દિવસને કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે. જેને લઇને અમરેલીના સાવરકુંડલામાં રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.