Not Set/ ચૂંટણી બાદ રાજ્યમાં કોરોના ફરીથી વકર્યો, હાઇકોર્ટે સરકારને કડક પગલા લેવા આપી સલાહ

કોરોનાની હાલની સ્થિતિને લઈ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટીસ જે.બી.પારડીવાલાની બેન્ચે સરકારને સૂચનો કર્યા છે.

Top Stories Gujarat Others
A 138 ચૂંટણી બાદ રાજ્યમાં કોરોના ફરીથી વકર્યો, હાઇકોર્ટે સરકારને કડક પગલા લેવા આપી સલાહ

અમદાવાદ, રાજકોટ સહિતના ૬ મહાનગરો તેમજ જીલ્લા-તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હાલમાં જ સમાપ્ત થઈ છે, ત્યારબાદ હવે ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરીથી વધી રહ્યા છે અને સ્થિતિ પહેલાની જેમ વણસી શકે છે, જેને લઈને હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને ટકોર કરી છે.

આ મામલે હાઇકોર્ટે કોરોનાને લઇને રાજ્ય સરકારને ટકોર કરી શકે છે ક, રાજ્યમાં ફરીથી લોકડાઉનના કરવું પડે એ માટે સરકારે કોવિડ હોસ્પિટલમાં વધુ પ્રમાણમાં પથારીઓ રાખવા સહિતની તૈયારીઓ સરકારે કરવી જોઇએ અને કોરોના વધુ ના વકરે તે અંગેની ચિંતા કરતા હાઇકોર્ટે સૂચનો કર્યા હતાં છે.

આ પણ વાંચો : સમુદ્ર કીનારેથી મળી આવી અજાણ્યા શખ્સની લાશ?

કોરોનાની હાલની સ્થિતિને લઈ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટીસ જે.બી.પારડીવાલાની બેન્ચે સરકારને સૂચનો કર્યા છે. તેમને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી બાદ કોરોનાનો કહેર વધી શકે છે, જેથી સરકાર આ સામનો કરવા માટે રાજ્ય સરકાર પૂરતી તૈયારી સાથે સજજ રહે. રાજ્ય સરકાર કોવિડ હોસ્પિટલની સુવિધા પૂરતા પ્રમાણમાં રાખે.

આ સાથે સાથે હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું ક, આ વાયરસ ફેલાવા મત લોકોનું બેદરકારી વલણ ચિંતાજનક છે. જેના લીધે રાજ્ય સરકારે ફરી એકવાર લૉકડાઉન કરવું ન પડે તે માટે માસ્ક પહેરવા સહિતના કડક કાયદાઓનું પાલન લોકો પાસે કરાવવું જોઈએ.

આ પણ વાંચો : મીની સંસદ એવી કચ્છ જીલ્લા પંચાયતનુ સુકાન કોને મળશે..?

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નેતાઓ દ્વારા કરવામાં આવેલા પ્રચાર પ્રસાર બાદ કોરોનાના કેસો ખુબ વધી રહ્યા છે અને રાજ્યમાં ફરીથી કોરોના ફરીથી વિફરી રહ્યો છે.