Not Set/ રાજ્યમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુ આંક ઘટ્યા, પણ કુલ કેસનો આંક આઠ લાખને પાર

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 2869 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  800866 પહોંચ્યો છે. 

Top Stories Gujarat Others Trending
sssss 37 રાજ્યમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુ આંક ઘટ્યા, પણ કુલ કેસનો આંક આઠ લાખને પાર

ગુજરાત રાજ્યમાં કોરોના નવા કેસમાં નોધપાત્ર ઘટાડો  જોવા મળી રહ્યો છે. રાજ્યમાં નવા કેસની સંખ્યા ૩ હજારની અંદર છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 2869 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  800866 પહોંચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 33 લોકોનાં મૃત્યુ થયા છે.  રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 9302 છે.  ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા  742050  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 49082 છે.

અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 338 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 14 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 208 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 115 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 375 કેસ, જ્યારે ગ્રામ્યમાં 155 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 155 કેસ અને ગ્રામ્યમાં 58 કેસ નોંધાયા છે.

corona cases 27 may રાજ્યમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુ આંક ઘટ્યા, પણ કુલ કેસનો આંક આઠ લાખને પાર