Not Set/ અમદાવાદઃ પીવા માટે પાણી માંગી કુરિયર બોયે ઘરમાં ઘૂસી કરી સગીરાની છેડતી

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ગેંગરેપકાંડનું ભૂત હજી ધૂણી રહ્યું છે એવા સંજોગોમાં એક સગીરાની શારીરિક છેડતી કરવાની ઘટના બહાર આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા એક યુવકની ધરપકડ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં કુરિયર આપવા માટે આવેલા એક […]

Ahmedabad Gujarat
courier boy misbehavear with teenage girl in new Ranip at ahmedabad

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ગેંગરેપકાંડનું ભૂત હજી ધૂણી રહ્યું છે એવા સંજોગોમાં એક સગીરાની શારીરિક છેડતી કરવાની ઘટના બહાર આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા એક યુવકની ધરપકડ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં કુરિયર આપવા માટે આવેલા એક યુવકે ઘરમાં એકલી રહેલી સગીરાને પોતાના તરફ ખેંચીને તેની શારીરિક છેડતી કરવાની ઘટના બની હતી.

આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ તો કુરિયર આપવા આવેલા યુવકે પહેલા સગીરાની પાસે પીવાના પાણીની માંગણી કરી હતી. આ દરમિયાનમાં આસપાસમાં કે ઘરમાં કોઈ ન હોવાનું જાણીને તેણે સગીરા સાથે અડપલાં કર્યા હતા.

કુરિયર બોયે સગીરા સાથે અડપલાં કરતા આ સગીરાએ બૂમાબૂમ કરી મૂકી હતી. સગીરાની બૂમાબૂમના કારણે તેના ફ્લેટમાં રહેતા અન્ય રહીશો એકઠા થઈ ગયા હતા અને સગીરાની સાથે છેડછાડ કરનારા કુરિયરબોયને ઝડપી પાડ્યો હતો.

આ પછી રહીશોએ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે સાબરમતી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને યુવકની ધરપકડ કરી હતી.

સગીરાની સાવચેતીથી અઘટિત ઘટના બનતા અટકી

સૂત્રોએ જણાવ્યું હતું કે, કુરિયરની ડિલિવરી માટે આવેલા યુવકે પહેલા તો સગીરાને કુરિયર આપ્યું હતું. બાદમાં તેણે ત્રણ વખત સગીરાની પાસે પાણી માંગ્યું હતું. આ દરમિયાન તેણે ઘરમાં સગીરા એકલી હોવાનું જાણીને તેણે સગીરાને પોતાના તરફ ખેંચીને કમરથી પકડી લીધી હતી અને તેની છેડતી કરી હતી.

જોકે, આવા અણધાર્યા હુમલા સમયે સગીરાએ સાવચેતી પૂર્વક પોતાની સૂઝબૂઝ વાપરીને બૂમાબૂમ કરી મૂકી હતી. જેના કારણે સગીરા સાથે અઘટિત ઘટના બનતી અટકી જવા પામી હતી.