Not Set/ કડાદરામાં ગરબા દરમિયાન હુમલામાં કોંગી અગ્રણીનું સારવાર દરમિયાન મોત

દહેગામ, દહેગામના કડાદરામાં ગરબા દરમિયાન હુમલાનો ભોગ બનેલા કોંગ્રસના અગ્રણીનું મોત નીપજતાં ગામમાં પોલીસ ખડકી દેવાઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં તકેદારીના ભાગરુપે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. કોર્ટ કેસમા સમાધાન બાદ નાણાંની લેતી-દેતી મામલે કડાદરામાં સર્જાયેલો વિવાદ જીવલેણ સાબિત થયો છે. મંગળવારે મોડી રાતે થયેલા હુમલામાં કોંગ્રેસના અગ્રણી રણવિરસિંહ બિહોલાનો છરીના […]

Gujarat Others Trending
mantavya 323 કડાદરામાં ગરબા દરમિયાન હુમલામાં કોંગી અગ્રણીનું સારવાર દરમિયાન મોત

દહેગામ,

દહેગામના કડાદરામાં ગરબા દરમિયાન હુમલાનો ભોગ બનેલા કોંગ્રસના અગ્રણીનું મોત નીપજતાં ગામમાં પોલીસ ખડકી દેવાઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં તકેદારીના ભાગરુપે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.

mantavya 324 કડાદરામાં ગરબા દરમિયાન હુમલામાં કોંગી અગ્રણીનું સારવાર દરમિયાન મોત

કોર્ટ કેસમા સમાધાન બાદ નાણાંની લેતી-દેતી મામલે કડાદરામાં સર્જાયેલો વિવાદ જીવલેણ સાબિત થયો છે. મંગળવારે મોડી રાતે થયેલા હુમલામાં કોંગ્રેસના અગ્રણી રણવિરસિંહ બિહોલાનો છરીના સાતથી વધુ ઘા ઝીંકાયા હતાં. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતાં..જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા આખરે તેમનું મોત નીપજ્યું હતું.