Not Set/ દિવ્યાંગ વિષ્ણુ ભાઈએ એવી કમાલ કરી કે જેને સાંભળીને તમે રહી જશો દંગ

સુરત, આમ તો વેસ્ટ માંથી બેસ્ટ બનાવના અનેક કિસ્સાઓ સામે આવી ચૂકયા છે.પરંતુ સુરતના વિષ્ણુ કાકાએ જે કમાલ કરી છે તે જાણી ભલભલા ઓટો એન્જીનિયર પણ આશ્ચર્યમાં મુકાઈ જશે.લોકો પોતાના મોબાઈલ, ટીવીના રિમોટ કંટ્રોલ અને લેપટોપ ને ખરાબ સમજીને વેસ્ટ સમજી રહ્યા છો. તો તમને બતાવી દઈએ કે આવા વેસ્ટ ઇલેક્ટ્રિક ઉપકરણોના પાર્ટસના ઉપયોગથી સુરતના […]

Gujarat Surat Videos
yy 16 દિવ્યાંગ વિષ્ણુ ભાઈએ એવી કમાલ કરી કે જેને સાંભળીને તમે રહી જશો દંગ

સુરત,

આમ તો વેસ્ટ માંથી બેસ્ટ બનાવના અનેક કિસ્સાઓ સામે આવી ચૂકયા છે.પરંતુ સુરતના વિષ્ણુ કાકાએ જે કમાલ કરી છે તે જાણી ભલભલા ઓટો એન્જીનિયર પણ આશ્ચર્યમાં મુકાઈ જશે.લોકો પોતાના મોબાઈલ, ટીવીના રિમોટ કંટ્રોલ અને લેપટોપ ને ખરાબ સમજીને વેસ્ટ સમજી રહ્યા છો. તો તમને બતાવી દઈએ કે આવા વેસ્ટ ઇલેક્ટ્રિક ઉપકરણોના પાર્ટસના ઉપયોગથી સુરતના વિષ્ણુ પટેલે ઈલેક્ટ્રીક બાઈક બનાવી દીધી છે. સૌથી મોટી વાત એ છે કે જેઓએ ઈલેક્ટ્રીક બાઈક બનાવી છે, તેઓ જન્મથી દિવ્યાંગ છે અને સાંભળી પણ શકતા નથી.

સુરતના મહિધરપુરા વિસ્તારમાં લોકો વિષ્ણુ કાકાને તેમની ખાસ બાઈક માટે ઓળખે છે અને આ બાઈક તેઓએ ક્યાંથી ખરીદી નથી, તેઓએ પોતે બનાવી છે. તમને લાગશે કે આમાં શું નવી વાત છે. હવે તો કેટલાક ઓટો ક્ષેત્રના નિષ્ણાંતો બાઇક તો બનાવતા આવે છે. તો અમે તમને સૌથી પહેલા બતાવી દઈએ કે 60 વર્ષના વિષ્ણુ પટેલ જન્મથી દિવ્યાંગ છે અને સાંભળી પણ શકતા નથી. ક્યારેક ગેરેજ માં કામ પણ કર્યું નથી અને સૌથી અગત્યની વાત તો એ છે કે તેઓ માત્ર ધોરણ 5 સુધી ભણેલા છે. નોકરી કરી ગુજરાન ચલાવનારા જ્યારે રિટાયર થયા ત્યારે તેમના મનમાં એક જ વિચાર હતું કે તેઓ હવે શું કરી શકે.  તેમના આ વિચારને કારણે વેસ્ટ માંથી બેસ્ટ કહી શકાય એવી ઇલેક્ટ્રિક મોટર સાઇકલ તૈયાર થઈ ગઈ.જેણે પોતે એકલી વિષ્ણુ પટેલે બનાવી છે.સૌથી અગત્યની વાત એ છે કે આ  મોટરસાઇકલને  એકટીવાની  બોડીપાર્ટ્સ અને  કાયનેટીક ના બેસ્ટ બોડી લઇ તૈયાર કરવામાં આવી છે.આટલું જ નહીં  જે બાઈક છે તેના અંદરના વાયર અને ઇલેક્ટ્રિક પાર્ટ્સ વેસ્ટ થઈ ગયેલી વસ્તુ માંથી તૈયાર કરવામાં આવી છે.અને આ એવી વસ્તુ છે જેને તેમણે વિચારી પણ ન શકી.વિષ્ણુ પટેલે લેપટોપ, મોબાઈલ અને ટીવી રીમોટ ના પાર્ટ્સ લઈ બાઈક બનાવવા ઉપયોગમાં લીધા છે.આ તમામ ઇલેક્ટ્રિક ઉપકરણ કે જેણે લોકો ખરાબ સમજી વાપરી રહ્યા નહોતા..અને આજે તે તમામ વસ્તુઓથી વિષ્ણુ પટેલે બાઇક બનાવી કમાલ કરી છે.

વિષ્ણુ પટેલે આ બાઇક માત્ર 60 દિવસમાં તૈયાર કરી છે. જેણે ત્રણ કલાક સુધી ચાર્જ કરવા બાદ તે 40 કિલોમીટર સુધી ચાલી શકે છે.. આ બાઇકનું વજન માત્ર 60 કિલો નું  છે. જોકે તેની ઉપર જો સો કિલો વજન ધરાવતો ચાલક પણ બેસી જાય તો ઈલેક્ટ્રીક બાઈક સહેલાઈથી ચાલી શકે છે.આ બાઇકની લાઇટથી લઈ સાઈડ લાઈટ સુધી તમામ વસ્તુઓ વેસ્ટ ઉપકરણમાંથી બનાવવામાં આવ્યા છે. વિષ્ણુ પટેલે આ માટે કોઈ ખાસ ટ્રેનિંગ લીધી નથી અને તેઓને ઓટોમોબાઇલ ક્ષેત્રનો જ્ઞાન પણ નથી એવું જ નહીં ક્યારે ઇલેક્ટ્રિકલ ક્ષેત્રમાં કામ પણ કર્યું નથી.તેમ છતાં આવી બાઈક બનાવી તેઓએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વિષ્ણુ પટેલ સાંભળી શકતા નથી.તેમ છતાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ દિવ્યાંગો માટે કશું કરવા માંગતા હતા.દિવ્યાંગો સહેલાઇથી અવર-જવર કરી શકે આ માટે તેઓ એક બાઈક બનાવવા ઈચ્છતા હતા. સક્સેસ થશે કે નહીં તે જોવા માટે વેસ્ટ માંથી બેસ્ટ કહી શકાય એવી ઈલેક્ટ્રીક બાઈક તૈયાર કરી છે. હવે આ બાઈક પછી તેઓએ નવા પાર્ટ્સ ઠકી દિવ્યાંગો માટે નવી બાઇક તૈયાર કરવા ઈચ્છે છે અને વેસ્ટ માંથી બેસ્ટ બાઈક કેવી રીતે બનાવી શકાય તે તેઓએ યુ – ટ્યુબ માં જોઈ શીખ્યું છે.

નાનપણ થી દિવ્યાંગ અને સાંભળી ન શકનાર વિષ્ણુ પટેલ જાણે છે કે દિવ્યાંગો માટે એક સામાન્ય જીવન જીવવું એ કેટલુ કઠિન હોય છે. આ જ કારણ છે કે તેઓએ પોતાના જીવન થી પ્રેરણા લઇ ને બીજા દિવ્યાંગો માટે કશું કરવાની ઈચ્છા ધરી આખરે વેસ્ટ માંથી બેસ્ટ ઈલેક્ટ્રીક બાઈક બનાવી દીધી છે..જે લોકો માણે છે કે જીવનથી હારી ગયા છે ,તેવા લોકો માટે સુરતના આ વિષ્ણુ પટેલ એક પ્રેરણા સ્ત્રોત માધ્યમ બની રહ્યા છે.