Not Set/ દાહોદ/ 6 વર્ષની બાળકી પર મામાએ આચર્યું દુષ્કર્મ, બાદમાં કરી હત્યા

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નળવાઈ ગામે 6 વર્ષની બાળકી પર નરાધમ મામાએ દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે..રાત્રીના સમયે બાળકીને ફરવાના બહાને બાઈક પર 1 થી 2 કિલોમીટર દુર લઈ જઈને બાળકી સાથે દુષ્કર્મ આચરીને પકડાઈ જવાના ડરથી બાળકીને મારીને તેના મૃતદેહને જંગલની જાડીમાં ફેકી દીધો હતો.બાળકીના પરીવારજનો એ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.આરોપીને CCTV […]

Gujarat Others
678763 rape દાહોદ/ 6 વર્ષની બાળકી પર મામાએ આચર્યું દુષ્કર્મ, બાદમાં કરી હત્યા

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નળવાઈ ગામે 6 વર્ષની બાળકી પર નરાધમ મામાએ દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે..રાત્રીના સમયે બાળકીને ફરવાના બહાને બાઈક પર 1 થી 2 કિલોમીટર દુર લઈ જઈને બાળકી સાથે દુષ્કર્મ આચરીને પકડાઈ જવાના ડરથી બાળકીને મારીને તેના મૃતદેહને જંગલની જાડીમાં ફેકી દીધો હતો.બાળકીના પરીવારજનો એ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.આરોપીને CCTV ફુટેજના આધારે પોલીસે પકડી પાડી 363 મુજબ અપહરણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આ મામલે મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નળવાઇ ગામે રહેતા એક પરિવારે પોતાની 6 વર્ષની બાળકી ગુમાવી છે. પોતાનાજ કુટુંબી નરાધમ  મામા એ , આ 6 વર્ષની બાળકીને કાલે મોડી રાત્રે મોટોરસાયકલ ઉપર ફરવાના બહાને ગરબાડા થઈ 1 થી 2 કિલોમીટર દૂર જંગલમાં લઇ જઇ બાળકી સાથે દુષ્કર્મ આચરી અને પકડાઈ જવાના ડરથી તેની હત્યા કરી લાશ જંગલમાં ફેંકી ઘરે જતો રહ્યો હતો

ગઈ કાલે મોડી રાત્રે બાળકીના પિતાએ પોલીસ માથે ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે 363 મુજબ અપહરણનો ગુનો નોંધી અને તાપસ હાથ ધરતા ગરબાડા પોલીસ સ્ટેશન  ના cctv ફુટેજમાં આ નરાધમ બાળકી ને બાઇક ઉપર લઈ ને જતો જોવાયો હતો જેના આધારે પોલીસે તપાસ કરી અને તે આરોપી ને ઝડપી લીધો  હતો અને  પોલીસ ભાષામાં પૂછપરછ કરતા તૂટી ગયો હતો અને સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી.

ગરબાડા પોલીસે વહેલી સવારે Dysp ની હાઝરીમાં સમગ્ર ઘટનાનું સ્થળ ઉપર રીકન્સ્ટ્રકશન કરી સમગ્ર ઘટના ની વિડિઓગ્રાફી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.