Not Set/ રાજકોટ : સરદાર બાગ પાસેથી મળી આવ્યો યુવકનો મૃતદેહ

રોજકોટ, રાજકોના સર્કિટ હાઉસ પાસેથી એક યુવકનો મૃતદેહ આવતા ચકચાર મચી ગઈ છે. આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી યુવકના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવ્યુ કે યુવકે આત્મહત્યા કરી છે. મળતી વિગતો અનુસાર, રાજકોટના સરદાર બાગ સર્કિટ હાઉસ સામે આવેલા એક મેદાનના કુવામાંથી એક […]

Gujarat Rajkot
aaaaaaaaaaamahi 10 રાજકોટ : સરદાર બાગ પાસેથી મળી આવ્યો યુવકનો મૃતદેહ

રોજકોટ,

રાજકોના સર્કિટ હાઉસ પાસેથી એક યુવકનો મૃતદેહ આવતા ચકચાર મચી ગઈ છે. આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી યુવકના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવ્યુ કે યુવકે આત્મહત્યા કરી છે.

મળતી વિગતો અનુસાર, રાજકોટના સરદાર બાગ સર્કિટ હાઉસ સામે આવેલા એક મેદાનના કુવામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા 108 એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગ ટિમ ઘટના સ્થળ પર દોડી આવી હતી ત્યાર બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.

આ ઘટના અંગે માહિતી મળતા પ્રદ્યુમનનગર પોલીસ ઘટના સ્થળ પર પહોચી આગળની તપાસ હાથ ધરી હતી. જો કે, પોલીસને મૃતક પાસેથી મળી આવેલ આઇકાર્ડ, બેંક પાસબૂક સહિતને આધારે તેની ઓખળ થઇ હતી.

જણાવીએ કે આ યુવક મૂળ કાલાવડનો રહેવાસી છે જેનું નામ દિવ્યરાજસિંહ મારૂભા ચુડાસમા (ઉ.20) હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ યુવક રાજકોટ રહી લાલબહારદુર શાસ્ત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. તેણે આત્મહત્યા કયા કારણોસર કરી? તે અંગે તપાસ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.