Not Set/ લાંચ લેનાર ધોરાજીના પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય શખ્સને ચાર વર્ષની કેદની સજા

રાજકોટ: ધોરાજીમાં ફૂટણખાનાના મામલે દસ હજારની લાંચ લેનાર પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય વ્યક્તિને લાંચ કેસમાં ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત આ બંનેને અનુક્રમે 20 હજાર અને 10 હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ ૨૦૧૪માં ધોરાજી શહેરના બહારપુરા વિસ્તારમાં ચાલતા ફૂટણખાના અંગે  પોલીસ […]

Top Stories Gujarat Rajkot Trending
Contractual accounts of water resources corporation caught taking bribe

રાજકોટ: ધોરાજીમાં ફૂટણખાનાના મામલે દસ હજારની લાંચ લેનાર પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય વ્યક્તિને લાંચ કેસમાં ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત આ બંનેને અનુક્રમે 20 હજાર અને 10 હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ ૨૦૧૪માં ધોરાજી શહેરના બહારપુરા વિસ્તારમાં ચાલતા ફૂટણખાના અંગે  પોલીસ કોન્સ્ટેબલ ભરત ગોસાઇ અને અન્ય વ્યક્તિ દુષ્યંત ભટ્ટે રેડ પાડી હતી. આ રેડ પછી બંનેએ ફૂટણખાના વિરુદ્ધ પોલીસ કેસ દાખલ નહીં કરવા માટે રૂપિયા દસ હજારની લાંચ માંગી હતી.

આ અંગે ફૂટણખાનાના સંચાલક દ્વારા એસીબીને જાણ કરવામાં આવી હતી. જે અંગે એસીબી દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં પોલીસ કોન્સ્ટેબલ ભરત ગોસાઈ અને તેની સાથે ધોરાજીના રહેવાસી એવા દુષ્યંત ભટ્ટ રૂ. ૧૦ હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપાય ગયા હતા. ત્યાર બાદ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને ધોરાજીની એડિશનલ સેશન્સ કોર્ટમાં આ મામલે કેસ ચાલતો હતો.

જેના અંતર્ગત ધોરાજી એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આ મામલે ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે બંને આરોપીને ગુનેગાર ઠરાવીને ચાર ચાર વર્ષની કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ ભરત ગોસાઈને રૂપિયા 20 હજારનો અને અન્ય વ્યક્તિ દુષ્યંત ભટ્ટને રૂપિયા 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ કોન્સ્ટેબલ ભરત ગોસાઈ અને તેના સાગરિત દ્વારા ફૂટણખાના ઉપર રેડ પાડી હતી. આ પછી પોલીસ કોન્સ્ટેબલ અને તેના સાગરિતે કેસ નહી કરવા માટે રૂપિયા દસ હજારની લાંચ માંગી હતી. જેમાં કોર્ટે તેમને ચાર વર્ષની કેદની સજા ઉપરાંત અનુક્રમે 20 હજાર અને 10 હજારની રકમનો દંડ પપન ફટકારવામાં આવ્યો છે.