Not Set/ અમદાવાદ સહિત રાજ્યના મેટ્રો શહેરોમાં ફરીથી આપવામાં આવશે ઈ-મેમો

ગાંધીનગર, છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા અપાતા ઈ-ચલણની સિસ્ટમમાં ટેકનીકલ ખામીઓના કારણે બંધ કરવામાં આવેલી પદ્ધતિને વધુ એકવાર શરુ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. વિધાનસભામાં ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી હતી. ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, ૧૫ એપ્રિલથી અમદાવાદ સહિતના રાજ્યના મહાનગરોમાં ફરીથી આ સેવા શરૂ થશે. આ […]

Gujarat
sayr અમદાવાદ સહિત રાજ્યના મેટ્રો શહેરોમાં ફરીથી આપવામાં આવશે ઈ-મેમો

ગાંધીનગર,

છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા અપાતા ઈ-ચલણની સિસ્ટમમાં ટેકનીકલ ખામીઓના કારણે બંધ કરવામાં આવેલી પદ્ધતિને વધુ એકવાર શરુ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. વિધાનસભામાં ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી હતી.

ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, ૧૫ એપ્રિલથી અમદાવાદ સહિતના રાજ્યના મહાનગરોમાં ફરીથી આ સેવા શરૂ થશે. આ માટે જરૂરી તમામ CCTVની સર્વિસની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

શહેરોના ટ્રાફિક પર કન્ટ્રોલ લાવવા અને નિયમનું કડક પાલન કરવા માટે સરકાર દ્વારા ૧૫ એપ્રિલથી ઈ-મેમોની ફરીથી શરૂઆત કરવામાં આવી રહી છે ત્યારે હવે જો કોઈ વાહનચાલક ટ્રાફિકનો નિયમ ભંગ કરતા પકડાશે તો તેના ઘરે ઈ-મેમો પહોંચી જશે.

મહત્વનું છે કે, આ પહેલા શરુ કરવામાં આવેલી ઈ-મેમોની સુવિધા દરમિયાન આ સિસ્ટમમાં કેટલીક ટેકનીકલ ખામીઓ સામે આવી હતી. ઈ ખામીઓના કારણે નિયમ ભંગ ન કર્યો હોય તેવા વાહન ચાલકોને પણ ઈ-મેમો પહોંચી જતો હતો. આવી ફરિયાદો રાજ્યભરમાંથી મળી આવી હતી. આ કારણે લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી. ત્યારે આ સેવા બંધ કરવામાં આવી હતી.