Not Set/ અમદાવાદઃ કાંકરીયા ફુટબોલ ગ્રાઉન્ડમાં આગ ભડકી

ઉતરાયણ આવતાં જ લોકો પતંગ દોરીની ખરીદી કરવાં નીકળી પડે છે, જયારે આજે પતંગ દોરી ખરીદી કરવાં માટે છેલ્લો દિવસ છે અને લોકો ખુબ જ ઉત્સાહમાં છે. ઉતરાયણ એટલે ખુશી મજા કરવાનો તહેવાર છે તો બીજી બાજુ હવે ઉતરાયણ જોખમી તહેવાર પણ બની ગયો છે. જેમ જેમ ઉતરાયણના દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ […]

Gujarat
knkria અમદાવાદઃ કાંકરીયા ફુટબોલ ગ્રાઉન્ડમાં આગ ભડકી

ઉતરાયણ આવતાં જ લોકો પતંગ દોરીની ખરીદી કરવાં નીકળી પડે છે, જયારે આજે પતંગ દોરી ખરીદી કરવાં માટે છેલ્લો દિવસ છે અને લોકો ખુબ જ ઉત્સાહમાં છે. ઉતરાયણ એટલે ખુશી મજા કરવાનો તહેવાર છે તો બીજી બાજુ હવે ઉતરાયણ જોખમી તહેવાર પણ બની ગયો છે.

જેમ જેમ ઉતરાયણના દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ ખુબ જ દુઃખત ધટનાઓ સામે આવતી જાય છે કોઈના ગળામાં દોરી આવી જવાતી ઘાયલ થાય છે તો કોઈનું મોત. કોઈ પશુ, પક્ષીઓ ગંભીર રીતે દોરીથી ઘાયલ થાય છે, અથવા દોરીના કારણે મોત તેમનું થાય છે.

અમદાવાદમાં આવેલા કાંકરીયા ફુટબોલ ગ્રાઉન્ડમાં પતંગ-દોરીની ખરીદી કરવાં માટેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે, ત્યારે ફૂટબોલ ગ્રાઉન્ડમાં પતંગની સ્ટોલમાં આગ લાગવાની પહેલી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 5 થી 6 જેટલા પતંગના સ્ટોલો બળીને ખાખ થઈ ગયા છે. સમયર સર ફાયરબ્રિગેડ ઘટના સ્થળે આવી જતાં આગને કાબુમાં લઈ લીધી હતી.

ફૂટબોલ ગ્રાઉન્ડમાં એક સ્ટોલમાં પહેલાં આગ લાગી હતી. પછી જોતજોતાંમાં 5 થી 6 જેટલી સ્ટોલોમાં તેજીથી આગ પસરી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ નથી થઈ. કયા કારણસર આગ લાગી છે તે હજુ સુંધી જાણવામાં નથી આવ્યું, હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.