Not Set/ હવેથી બોર્ડની પરીક્ષા ફીમાંથી વિદ્યાર્થિની અને દિવ્યાંગોને મુક્તિ  

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી માર્ચ ર૦૧૯ની ધોરણ ૧૦ અને ધોરણ ૧રની બોર્ડની પરીક્ષાની રજિસ્ટ્રેશન -પરીક્ષા ફીમાંથી પહેલી વખત દિવ્યાંગો અને વિદ્યાર્થિનીઓને માફી આપવામાં આવી છે. આગામી માર્ચ ર૦૧૯માં લેવાનારી ધોરણ ૧૦, ધોરણ ૧ર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં અંદાજે ૭ લાખ જેટલી વિદ્યાર્થિનીઓનું રજિસ્ટ્રેશન શરુ થશે. આ રજિસ્ટ્રેશનમાં […]

Top Stories Ahmedabad Gujarat Trending
From now onwards the girls and Disabled students will get the exemption from the board exam fee

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી માર્ચ ર૦૧૯ની ધોરણ ૧૦ અને ધોરણ ૧રની બોર્ડની પરીક્ષાની રજિસ્ટ્રેશન -પરીક્ષા ફીમાંથી પહેલી વખત દિવ્યાંગો અને વિદ્યાર્થિનીઓને માફી આપવામાં આવી છે. આગામી માર્ચ ર૦૧૯માં લેવાનારી ધોરણ ૧૦, ધોરણ ૧ર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં અંદાજે ૭ લાખ જેટલી વિદ્યાર્થિનીઓનું રજિસ્ટ્રેશન શરુ થશે. આ રજિસ્ટ્રેશનમાં દિવ્યાંગ વિદ્યાર્થિનીઓની સંખ્યા અંદાજે કુલ મળીને ૮ હજારથી વધુ હશે.

ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે બોર્ડ પરીક્ષા ફી માફી માટે રૂ ર૮.૪ર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિદ્યાર્થી માટે પરીક્ષા માટેનાં આવેદનપત્રો ભરાવવા માટે આગામી ટૂંક સમયમાં શાળા કક્ષાએ ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રજિસ્ટ્રેશન પૂરું થયા બાદ કેટલી વિદ્યા‌ર્થિનીઓ અને કેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તેનો ચોક્કસ આંકડો મળ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા ફી માફી અંગેની રકમની શિક્ષણ વિભાગને ચૂકવણી કરવામાં આવશે.

સરકાર દ્વારા એક તબક્કે વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગોને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવ્યા પછી ગત જુલાઈ માસમાં લેવાયેલી પૂરક પરીક્ષામાં તેનો અમલ કરવામાં આવ્યો હતો. જુલાઈમાં લેવાયેલી ધોરણ ૧૦ની પૂરક પરીક્ષામાં ૩ર,૦૮૭, વિદ્યાર્થિનીઓ અને ૯ર૮ દિવ્યાંગોની ફી માફ કરવામાં આવી હતી.

જ્યારે ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહમાં ૩ર,૭પ૩ વિદ્યાર્થિનીઓ અને ૬૬પ દિવ્યાંગો, ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૩પ૧૩ અને ૧૮ને પરીક્ષા ફીમાં મુક્તિ આપવામાં આવી હતી.

રાજ્યભરમાં દર વર્ષે ધોરણ ૧૦માં ૧૦ લાખથી વધુ અને સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ ૧રમાં છ લાખથી વધુ એમ કુલ મળીને અંદાજે ૧૭ લાખ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે રજિસ્ટર થાય છે, જેમાં ૩પ ટકા સંખ્યા વિદ્યાર્થિનીઓની હોય છે. પરીક્ષા ફી નહીં લાગવાના કારણે ‌શિક્ષણ વિભાગને આવકની થનારી ખોટ સરકાર ભરપાઈ કરશે.

તાજેતરમાં જ શિક્ષણ વિભાગે વિસ્તારદીઠ બોર્ડની પરીક્ષા માટે રજિસ્ટર થતાં વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટ અને પ્રિન્ટની સુવિધા પેટે રૂ. ૧૦ની ચુકવણી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ નવા નિર્ણયના કારણે વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગોને રૂ. ૩૦૦ જેટલી પરીક્ષા ફી નહીં ભરવી પડે.