Not Set/ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના રાજ્યવ્યાપી દરોડા, 60થી વધુ ટીમોએ તપાસ કરી નમૂના લીધા

ગુજરાત, રાજ્યમાં દુધના સેમ્પલ તપાસવા માટે ફુડ એન્ડ ડ્રગ વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે. જેમાં રાજ્યભરમાં 60થી વધુ ટીમોએ તપાસ કરી નમુના લીધા છે. રાજ્યમાં તમામ જગ્યાએ આરોગ્ય વિભાગે દુધના ઉત્પાદકો ઉપર તવાઈ બોલાવી હતી. ત્યારે રાજ્યના ફુડ એન્ડ ડ્રગ વિભાગના કમિશ્નર એચ જી કોશિયાની માનીએ તો રાજ્ય સરકારે પહેલા પણ દુધના 269 નમુના લીધા […]

Gujarat
gaytri. 1 ફૂડ એન્ડ ડ્રગ વિભાગના રાજ્યવ્યાપી દરોડા, 60થી વધુ ટીમોએ તપાસ કરી નમૂના લીધા

ગુજરાત,

રાજ્યમાં દુધના સેમ્પલ તપાસવા માટે ફુડ એન્ડ ડ્રગ વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે. જેમાં રાજ્યભરમાં 60થી વધુ ટીમોએ તપાસ કરી નમુના લીધા છે. રાજ્યમાં તમામ જગ્યાએ આરોગ્ય વિભાગે દુધના ઉત્પાદકો ઉપર તવાઈ બોલાવી હતી.

ત્યારે રાજ્યના ફુડ એન્ડ ડ્રગ વિભાગના કમિશ્નર એચ જી કોશિયાની માનીએ તો રાજ્ય સરકારે પહેલા પણ દુધના 269 નમુના લીધા હતા, જેમાં ગયા મહિને લીધેલા આ 269 નમૂનામાંથી 41 નમૂના ફેલ થયા હતા. 5 નમૂનામાં પણ એડીબવલ ઓઇલ એડ કરવામાં આવે છે તેવું બહાર આવ્યું છે, જ્યારે એક નમુનો અનસેફ મળ્યો હતો, જેના ઉપર કાર્યવાહી થઇ રહી છે.

જેમાં વોશિંગ પાવડર જેવા તત્વો મળ્યા હતા, આ તમામ નમુનાઓને વર્ગીકૃત કરીએ તો 41 પૈકી 18 નુમના એસએનએફ ઓછુ હોવાના કારણે ફેઇલ થયા હતા. તે 10 નમુનામાં નિયત કરતા ફેટ અને એસએનએફ ઓછુ હતુ, 1 નમુનામાં સ્કીમ મિલ્ક પાવડરની હાજરી હતી. 5 નમુનામાં મિલ્ક ફેટ ઓછુ હત. જ્યારે છ નમુનામાં ફોરેન ફેટની હાજરી મળી, જ્યારે અનસેફ નમુનામાં માલ્ટોડેક્ટીન ડીટર્જન્ટ તથા અન્ય કેમિકલ મળી આવ્યા હતા.

આ તમામ નમુનાઓને વર્ગીકૃત કરીએ તો 41 પૈકી

18 નુમના એસ એન એફ ઓછુ હોવાના કારણે ફેઇલ થયા હતા.

10 નમુનામાં નિયત કરતા ફેટ અને એસ એન એફ ઓછુ હતુ.

1 નમુનામાં સ્કીમ મિલ્ક પાવડરની હાજરી હતી.

5 નમુના મિલ્ક ફેટ ઓછુ હતુ.

જ્યારે છ નમુનામાં ફોરેન ફેટની હાજરી મળી.

અનસેફ નમુનામાં માલ્ટોડેક્ટીન ડીટર્જન્ટ તથા અન્ય કેમિકલ મળી આવ્યા હતા.

તે સિયાવ રાજ્યમાં અનહાઈજીનીક કેરી બાબતે હાલ  ડ્રાઇવ ચાલી રહી છે.

હાલ જ્યારે કેરી પકવવા માટે ઇથેનિલની પડીકીઓનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થઇ રહ્યો છે.

કોણ પણ વેપારી પકડાય તો તેની સામે પગલા લેવાની સુચના ફુડ એન્ડ ડ્રગ વિભાગે આપી દીધી છે.