Ahmedabad News/ ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કર્યો, હવે પીએનજીનો વારો!

ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. એકનો વધારો કર્યો છે. આ વધારો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આના પગલે ગુજરાતમાં હવે સીએનજીનો ભાવ પ્રતિ કિલો રૂ. 75.26 થઈ ગયો છે. સીએનજીના ભાવમાં વધારો થતાં હવે ગુજરાતમાં  પીએનજીનો ભાવ વધારો થયો છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Beginners guide to 2024 07 05T140608.794 ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કર્યો, હવે પીએનજીનો વારો!

Ahmedabad News: ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. એકનો વધારો કર્યો છે. આ વધારો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આના પગલે ગુજરાતમાં હવે સીએનજીનો ભાવ પ્રતિ કિલો રૂ. 75.26 થઈ ગયો છે. સીએનજીના ભાવમાં વધારો થતાં હવે ગુજરાતમાં  પીએનજીનો ભાવ વધારો થયો છે.

આ પહેલા દિલ્હીમાં ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયાનો વધારો કર્યો છે. કિંમતોમાં વધારો દિલ્હી, નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, મેરઠ, શામલી, મુઝફ્ફરનગર અને રેવાડીને અસર કરશે. મળતી માહિતી મુજબ, નવી કિંમતો આજે (22 જૂન) સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગયા છે.

CNGની કિંમત જે અત્યાર સુધી દિલ્હીમાં 74.09 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતો હતો. તે આજથી 75.09 રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. આ સિવાય નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ CNGના ભાવમાં એક રૂપિયાનો વધારો થશે. CNGના ભાવમાં આ વધારો IGL દ્વારા કરવામાં આવી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં CNG 78.70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતું. હવે આજથી તેની કિંમત 79.70 રૂપિયા પ્રતિ કિલો થઈ જશે. જોકે, ગુરુગ્રામમાં CNGની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ

આ પણ વાંચો: અંબાલાલ પટેલની ચેતવણીઃ રાજ્યમાં જુલાઈના અંત ભાગમાં પૂર આવી શકે

આ પણ વાંચો: એક વ્યક્તિ એક હોદ્દાના નિયમને અનુસરોઃ સી આર પાટીલ

આ પણ વાંચો: વડોદરામાં ડોક્ટરનું નર્સ પર લગ્નની લાલચે દુષ્કર્મ