Not Set/ હાર્દિકનો પલટવાર : મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી

હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી પૂર્વ સાથી દિનેશ બાંભણીયાના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું હતું કે મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી. ઉપરાંત 31મી ઓક્ટોમ્બરે જૂનાગઢના વંથલીમાં ભારત રત્ન સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કરીશું. વધુમાં હાર્દિકે કહ્યું કે અનેક રાજકીય પાર્ટીઓ સરદારને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં લાગી ગઇ છે. ત્યારે મોદી સાહેબ જો 182 મીટરની મૂર્તી બનાવીને શ્રદ્ધાંજલિ […]

Top Stories Gujarat
dinesh bhamniya dinesh bambhaniya accuses hardik patel of misusing funds 0 હાર્દિકનો પલટવાર : મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી

હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી પૂર્વ સાથી દિનેશ બાંભણીયાના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું હતું કે મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી. ઉપરાંત 31મી ઓક્ટોમ્બરે જૂનાગઢના વંથલીમાં ભારત રત્ન સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કરીશું. વધુમાં હાર્દિકે કહ્યું કે અનેક રાજકીય પાર્ટીઓ સરદારને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં લાગી ગઇ છે. ત્યારે મોદી સાહેબ જો 182 મીટરની મૂર્તી બનાવીને શ્રદ્ધાંજલિ આપવા જઇ રહ્યા છે.

hardik patel dinesh bambhan 1513129938 e1540715077395 હાર્દિકનો પલટવાર : મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી

ત્યારે હવે પાટીદાર સમાજના લોકો અને મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઇને આ કાર્યક્રમને સફળ બનાવશે. 31મી તારીખે ખેડૂત સત્યાગ્રહ કરવામાં આવશે અને તેને કોઇ પણ રોકી નહિં શકે.

પાસના કન્વીનર હાર્દિક પટેલે નામ લીઘા વિના જ દિનેશ બાંભણીયાનું નામ લીધા વિના જ તેના પર પ્રહાર કરવામાં આવ્યા હતા. આંદોલને તોડવા માટે સરકાર અને અન્યો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરદારની 182 મીટરની પ્રતિમાં બનાવીને સરદાર પર રાજકારણ કરવામાં આવી રહ્યું છે.

statue of unity 1 1 e1540715135577 હાર્દિકનો પલટવાર : મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી

એકતા યાત્રામાં 100 કરતા પણ ઓછા વ્યક્તિઓ જોવા મળ્યા હતા. રેલી બાદ સરદારની પ્રતિમાંઓ રઝળતી જોવા મળી હતી. અને મતલબ એ છે,કે ભાજપ સરદારનું સન્માન નથી કરતી. તથા તેણે કહ્યું કે 31મીએ યોજાવનારા કાર્યક્રમને રોકવા બાંભણીયાના આરોપ પર આડકતરો જવાબ આપ્યો કે, નવરાત્રીમાં ગરબા રમવાને લોકો ડાન્સ કહે છે.