Not Set/ આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તબીબો-નર્સ તેમજ આઉટસોર્સિંગના કર્મચારીઓ હડતાલ કરાશે લાગુ પડશે આ કાયદો

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જાહેર કરતા જણાવ્યું  છે કે, નર્સિંગ સ્ટાફ અને બીજા આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તબીબો તેમજ આઉટસોર્સિંગના લોકો અલગ અલગ હડતાળ કરવાની વાત સામે આવી રહી છે.

Gujarat Others Trending
kachbo 12 આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તબીબો-નર્સ તેમજ આઉટસોર્સિંગના કર્મચારીઓ હડતાલ કરાશે લાગુ પડશે આ કાયદો

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જાહેર કરતા જણાવ્યું  છે કે, નર્સિંગ સ્ટાફ અને બીજા આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તબીબો તેમજ આઉટસોર્સિંગના લોકો અલગ અલગ હડતાળ કરવાની વાત સામે આવી રહી છે. ત્યારે આ તમામ પર એપેડેમીક એક્ટ લગાવવામાં આવશે. કોરોના ના કપરા કાળમાં હડતાલ  અયોગ્ય વાત છે. તમામ ને તાકીદ કરીયે છીએ કે તે લોકો તરત કામ પર લાગી જાય.  નહિ તો કડક પગલાં લેવા માં આવશે.

રાજ્યમાં  કોરોના મહામારી અને વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા કે કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સામે એપેડેમીક એક્ટ અંતર્ગતની કાયદેસરની કાર્યવાહી કરાશે એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયુ છે.

દ્વિઘા ભરેલી કપરી પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગના જુદા જુદા વર્ગ -1થી વર્ગ-4 સુધીના કર્મચારીઓ જેમકે  તબીબો, પેરામેડીકલ સ્ટાફ , નર્સિગ સ્ટાફ અને વર્ગ-4ના કર્મચારીઓ તેમની જુદી જુદી માંગણીઓ ને લઇ  હડતાલ પર જઇ રહ્યા છે અને કેટલાકે હડતાળ પર જવાની ચીમકી આપી છે. તો આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.