Not Set/ આગામી 5 દિવસ રાજ્યભરમાં અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં વરસાદને લઈને હવામાન ખાતાએ આગામી 5 દિવસની આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન ખાતાએ અપર એર સાયકલોન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સારો વરસાદ આવે તેવી આગાહી કરી છે. આજે રાજ્યભરમા વરસાદી સંકટ છે ત્યારે આ સંકટ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમા […]

Ahmedabad Gujarat
aaare 3 આગામી 5 દિવસ રાજ્યભરમાં અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં વરસાદને લઈને હવામાન ખાતાએ આગામી 5 દિવસની આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન ખાતાએ અપર એર સાયકલોન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સારો વરસાદ આવે તેવી આગાહી કરી છે.

આજે રાજ્યભરમા વરસાદી સંકટ છે ત્યારે આ સંકટ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમા અતિભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી, સુરત, ડાંગ તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, તેમજ કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહશે.

5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં મોટા ભાગના તાલુકાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.આવતા 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.