Not Set/ અમદાવાદમાં વરસાદનો વિરામ પણ ઠેર ઠેર ભરાયા છે પાણી

અમદાવાદ, શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. પૂર્વ વિસ્તારના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. પશ્ચિમ વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ વરસાદના પાણી ઘરમાં ફરી વળ્યાં છે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા 24કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે મેગા સિટીમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. અમદાવાદના […]

Ahmedabad Gujarat
aaaao 7 અમદાવાદમાં વરસાદનો વિરામ પણ ઠેર ઠેર ભરાયા છે પાણી

અમદાવાદ,

શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. પૂર્વ વિસ્તારના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. પશ્ચિમ વિસ્તારોમાં પણ કેટલીક જગ્યાએ વરસાદના પાણી ઘરમાં ફરી વળ્યાં છે

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા 24કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે મેગા સિટીમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. અમદાવાદના અખબારનગર, પરિમલ ગાર્ડન સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો રોડ-રસ્તા પર પાણી ફરી વળતા સવારે ઓફિસ જવા નીકળેલા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો પડવાની સમસ્યા સર્જાઈ છે.

અમદાવાદના હાટકેશ્વર, બોપલ, મણિનગર, નારોલ, ગોતા, રાણીપ, ચાંદખેડા સહિતના મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.