Not Set/ ગાંધીનગર : પ્રદેશ અધ્યક્ષ તરીકે ત્રણ વર્ષ પુરા કરવા બદલ જીતુ વાઘાણીને અભિનંદન

આજે  જીતુ વાઘાણીને  પ્રદેશ અધ્યક્ષ તરીકે કારભાર સંભાળતા ત્રણ વર્ષ પુરા થયા છે.  આ પ્રસંગે ભાજપના ગાંધીનગર કાર્યાલય કમલમ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને જીતુ વાઘાણીને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જીતું  વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપના કોઈ પણ કાર્યકર માટે એ તેનો હોદ્દો નથી હોતો પણ તેની જવાબદારી […]

Top Stories Gujarat
jituvaghani ગાંધીનગર : પ્રદેશ અધ્યક્ષ તરીકે ત્રણ વર્ષ પુરા કરવા બદલ જીતુ વાઘાણીને અભિનંદન

આજે  જીતુ વાઘાણીને  પ્રદેશ અધ્યક્ષ તરીકે કારભાર સંભાળતા ત્રણ વર્ષ પુરા થયા છે.  આ પ્રસંગે ભાજપના ગાંધીનગર કાર્યાલય કમલમ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને જીતુ વાઘાણીને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે જીતું  વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપના કોઈ પણ કાર્યકર માટે એ તેનો હોદ્દો નથી હોતો પણ તેની જવાબદારી હોય છે.  મારા પર વિશ્વાસ મૂકી ને આપણા વડાપ્રધાન  નરેન્દ્ર મોદી  અને કેન્દ્રીય મંત્રી મંડળે જે વિશ્વાસ મારામાં મુક્યો છે તે બદલ હું તેમનો દિલ થી આભારી છું.

vaghani ગાંધીનગર : પ્રદેશ અધ્યક્ષ તરીકે ત્રણ વર્ષ પુરા કરવા બદલ જીતુ વાઘાણીને અભિનંદન

તેમણે જણાવ્યું હતું કે, પદ-પ્રતિષ્ઠા અને પૈસાથી ઉપર ઉઠીને સતત કાર્યશીલતા અને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવી એ જ પ્રથમ ધર્મ છે. હું તો પ્રતિક માત્ર છું.  નેતૃત્વ તો બદલાતું રહેશે. પરંતુ રાષ્ટ્રવાદની વિચાર ધારા સર્વો પરી છે. ભાજપના બધાજ કાર્યકર્તા રાષ્ટ્રવાદી, વિકાસવાદી, વિચારને સર્વવ્યાપી બનાવી ભાજપની સર્વ સમાવેશી રાજનીતિમાં વધુ ને વધુ લોકોને સમાવી સંગઠનને વધુ મજબુત કરે અને ભાજપની શક્તિમાં ઉમેરો કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.