Ahmedabad/ 16 વર્ષથી વધુ વયનાં ટ્યુશન ક્લાસીસ શરુ કરવા ગુજરાત હાઇકોર્ટનો ઇન્કાર

16 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓના ટ્યુશન ક્લાસ શરૂ કરવા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ હતી….

Ahmedabad Gujarat
Untitled 60 16 વર્ષથી વધુ વયનાં ટ્યુશન ક્લાસીસ શરુ કરવા ગુજરાત હાઇકોર્ટનો ઇન્કાર

16 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓના ટ્યુશન ક્લાસ શરૂ કરવા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ હતી. કોર્ટે સરકાર દ્વારા નક્કી કરેલી નીતિમાં દખલગીરી કરવાનો ઇન્કાર કર્યો છે. અરજીમાં એવી રજૂઆત હતી કે, કોરોના બાદ અનલોકની ગાઇડલાઇન મુજબ તમામ સેક્ટર શરૂ થયા છે.

16 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ પણ અન્ય એક્ટિવિટીમાં જતા થયા છે તેમની ઇમ્યુનિટી પણ નાના બાળકો કરતાં વધુ હોવાથી કોરોના સંક્રમણનો ભય ઓછો રહે છે. તેથી સોશિયલ ડિસ્ટન્સની શરત સાથે ટ્યુશન ક્લાસ શરૂ કરવાની મંજૂરી મળવી જોઇએ. 16 વર્ષથી વધુની વયના વિદ્યાર્થીઓ સામાજીક પ્રસંગોમાં પણ જતા થયા છે. તેઓ બીજા કારણોસર પણ ઘરની બહાર જતા થયા હોવાથી માત્ર ટ્યુશન ક્લાસને લીધે કોરોના ફેલાય તેવું માની શકાય નહીં. આખું વર્ષ કોરોનાને લીધે ઓનલાઇન ભણતા વિદ્યાર્થીઓને છેલ્લા 3 મહિના ટ્યુશન ક્લાસ શરૂ થાય તો તેમને ઘણો લાભ થઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારની મંજૂરીને પગલે ધો.10 અને ધો.12ના ક્લાસ શરૂ કરવા સ્કૂલોને મંજૂરી મળી ગઈ છે. વધારામાં કોરોનાની ગાઇડલાઇન અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી ધો.9 તેમજ ધો.11 માટે પણ સ્કૂલો શરૂ કરવા સરકાર વિચારણા કરી રહી છે. સ્કૂલ સંચાલકોએ પણ આ માટે પોતાની સંમતિ આપી દીધી છે.

Ahmedabad / ગુજરાત યુનિવર્સીટીએ બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે ફરી રજીસ્ટ્રેશન શરૂ કર્યું

Ahmedabad: સંવેદનશીલ ગુજરાત પોલીસ, સોલામાં બાળકી ગુમ થતા પોલીસે ડ્રોન અને પોસ્ટરનાં માધ્યમથી શોધખોળ હાથ ધરી..

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો