Not Set/ હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની મુદત RTO દ્રારા લંબાવાઇ 

કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઇ અનુસાર વાહનો પર હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજીયાત છે. રાજ્યમાં 16 નવેમ્બર,2012 થી હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવાની કામગીરી આર.ટી.ઓ/એ.આર.ટી.ઓ. ખાતે શરૂ કરવામાં આવી છે. રાજ્યના જુના વાહનોમાં હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટેની આખરી તા.31/05/2019 જાહેર કરવામાં આવી હતી જે સંદર્ભે હાઇ સીક્યુરીટી નંબર […]

Top Stories Ahmedabad Gujarat
HFFKSDJ 9 હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની મુદત RTO દ્રારા લંબાવાઇ 

કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઇ અનુસાર વાહનો પર હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજીયાત છે. રાજ્યમાં 16 નવેમ્બર,2012 થી હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવાની કામગીરી આર.ટી.ઓ/એ.આર.ટી.ઓ. ખાતે શરૂ કરવામાં આવી છે.

રાજ્યના જુના વાહનોમાં હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટેની આખરી તા.31/05/2019 જાહેર કરવામાં આવી હતી જે સંદર્ભે હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટે જનતાનો આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ. ખાતે વધુ પડતા ઘસારાને અનુસંધાને તેમજ જનતાની વધુ સગવડતાને ધ્યાને રાખી હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવા માટેની તા.31 ઓગષ્ટ 2019 સુધી લંબાવવામાં આવી છે. જે તારીખ સુધીમાં જનતાએ વાહનો પર હાઇ સીક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાડવી ફરજિયાત રહેશે.

આ આખરી મુદત હોઇ આ મુદત બાદ તા.1લી સપ્ટેમ્બર 2019 થી HSRP વિનાના વાહનો સામે સબંધિત તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા ખાસ ફરજ પરના અધિકારી, વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા જણાવાયુ છે.