જાફરાબાદ/ 12 કલાકમાં 3 અલગ-અલગ ઘટનાઓમાં સિંહણે 6 વ્યક્તિ પર કર્યા હુમલા, મહામુસીબતે પાંજરે પુરાણી

વરિષ્ઠ વન અધિકારીએ પુષ્ટિ કરી કે શેત્રુંજી વન્યજીવન વિભાગ હેઠળ આવતા જાફરાબાદ-બાબરકોટ રોડ પર કુલ  છ વ્યક્તિઓ પર એક જ સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

Top Stories Gujarat

અમરેલીના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક વ્યક્તિઓ ઉપર સિંહના  હુમલા વધી ગયા છે.  રેસ્ક્યુ ઓપરેશન દરમ્યાન સિંહણે આક્રમક રીતે વધુ 3 વ્યક્તિ ઉપર હુમલો કર્યો છે. આથી કુલ છ વ્યક્તિઓ આ ઘટનામાં ઘાયલ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન દરમ્યાન લોકોની અવર જવર વધતા ફરી આ ઘટના બની. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 12 કલાકમાં 6 વ્યક્તિ ઉપર સિંહણનો હુમલો થતાં આ વિસ્તારમાં રીતસર  સિંહોનો આતંક જો મળી રહ્યો છે. આ ઘટનામાં વનવિભાગે તપાસ કરી જાહેરાત કરી હતી કે આ સિંહણ અસ્થિર મગજની છે. સિંહણ અસ્થિર મગજની હોવાના કારણે લોકો ઉપર હિંસક હુમલાઓ કરી રહી છે.

આ ઘટનાને પગલે ટોચના વન અધિકારીઓની ગામમાં દોડી આવ્યા હતા. અને હિંસક સિંહણને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે. એક વરિષ્ઠ વન અધિકારીએ પુષ્ટિ કરી કે શેત્રુંજી વન્યજીવન વિભાગ હેઠળ આવતા જાફરાબાદ-બાબરકોટ રોડ પર કુલ  છ વ્યક્તિઓ પર એક જ સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

પ્રથમ બનાવ સવારે 5.30 વાગ્યે બન્યો જ્યારે વન વિભાગનો પટાવાળા સામત ગોગા ચા પીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. સિંહણએ તેના પર પાછળથી હુમલો કર્યો અને ‘ગાંડો બાવળ’ ની જાડી ઝાડીઓમાં ભાગી ગઈ હતી. બીજો હુમલો લગભગ બે કલાક પછી થયો હતો જેમાં બે વ્યક્તિઓ – રાજુ શિયાલ (38) અને રામજી કોટડિયા (36) – પોતાના બાઇક પર આવી રહ્યા હતા. સિંહણને જોઈને બાઈક સવારો અટકી ગયા. જેમ જેમ તેઓ આગળ વધવાનો પ્રયાસ કર્યો સિંહણએ બંને પર હુમલો કર્યો અને તેઓને પીઠ, હાથ અને પગમાં ઈજા પહોંચાડી હતી. વન અધિકારીએ જણાવ્યું હતું કે, બંનેને જાફરાબાદની સરકારી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે.  જોકે, તેમની હાલત સ્થિર હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ત્રીજો હુમલો જ્યારે વન અધિકારીઓ બદમાશ આ હિંસક સિંહણને પકડવા માટે પાંજરા ગોઠવવામાં વ્યસ્ત હતા, ત્યારે મકાભાઈ પરમાર (40), ગોઘા પરમાર (45) અને ભરત સોલંકી (40) – ત્રણ ખેત મજૂરો પર હુમલો કર્યો. ત્રણેયને જાફરાબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવા પડયા હતા. હુમલો કરી સિંહણ ફરી ગીચ ઝાડીઓમાં ભાગી ગઇ હતી. જો કે વન વિભાગ દ્વારા  મૂકવામાં આવેલા પાંજરામાં મોદી સાંજે પુરાઈ ગઇ હતી.

અમરેલીના કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, “ત્રણ વન્યજીવન વિભાગ – ધારી, સાસણ અને શેત્રુંજી -ના વન અધિકારીઓ સિંહણને પકડવા માટે બાબરકોટ ગામમાં પડાવ નાખ્યો છે.” શેત્રુંજી વિભાગના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ડીસીએફ) જયેન પટેલે જણાવ્યું હતું કે, “સિંહણએ મનુષ્યો પર હુમલો કર્યો હોઈ શકે તેના બે મુખ્ય કારણો હોઇ શકે છે. એક અસ્વસ્થતાપૂર્વક જંગલી પ્રાણીની સાથે નિકટતા અને બીજું જ્યાં સિંહણ તેના બચ્ચા સાથે રહેતી  હોય અને અસુરક્ષા અનુભવતી હોય તો તે માનવો ઉપર આ રીતના હુમલા કરી શકે છે.

વન વિભાગના એક અધિકારીએ જણાવ્યુ હતું કે “સિંહણ શા માટે લોકો પર હુમલો કરી રહી છે તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. એકવાર તે પકડાઈ જાય પછી, અમે હુમલાઓનું ચોક્કસ કારણ કહી શકીશું, સિંહણનું આવું વર્તન ભાગ્યે જ જોવા મળે છે. “સિંહણ માટે ઉશ્કેરણી વિના લોકો પર હુમલો કરવો તે ખૂબ જ અસામાન્ય છે.  વધુમાં જ્યાં આ સિંહણ છુપાયેલી છે  તે વિસ્તાર ખૂબ જ ગીચ ઝાડી વિસ્તાર છે. અમે તેને સહેલાઈથી શોધી  શકતા નથી.

ગુજરાત/ NDRFના બચાવકર્તાઓની ટીમમાં પ્રથમ વખત મહિલાઓની એન્ટ્રી