Not Set/ જલકુંભીએ તાપી નદીની કેવી દુર્દશા કરી,વાંચો

સુરત, તાપી નદીમાં જલકુંભીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.કોઝવે થી સરથાણા સુધી તાપી નદીમાં જલકુંભીને કારણે લોકોને પારવાર મુશ્કેલી ઉભી થઇ રહી છે.જલકુંભીને લીધે નદીમાં પાણીનું લેવલ ઘટી ગયુ છે.જેથી પાણી માટે પણ સુરતના લોકો વલખા મારી રહ્યા હોય તેવી સ્થિતિ પેદા થઇ છે.સાથે વૉટરવર્ક્સના ઇન્ટેકવેલ ખોટકવાનો ભય દેખાઇ રહ્યો છે.પાલિકા દ્વારા તાત્કાલિક જલકુંભી દૂર કરવાનો […]

Gujarat Surat Videos
w 7 જલકુંભીએ તાપી નદીની કેવી દુર્દશા કરી,વાંચો

સુરત,

તાપી નદીમાં જલકુંભીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.કોઝવે થી સરથાણા સુધી તાપી નદીમાં જલકુંભીને કારણે લોકોને પારવાર મુશ્કેલી ઉભી થઇ રહી છે.જલકુંભીને લીધે નદીમાં પાણીનું લેવલ ઘટી ગયુ છે.જેથી પાણી માટે પણ સુરતના લોકો વલખા મારી રહ્યા હોય તેવી સ્થિતિ પેદા થઇ છે.સાથે વૉટરવર્ક્સના ઇન્ટેકવેલ ખોટકવાનો ભય દેખાઇ રહ્યો છે.પાલિકા દ્વારા તાત્કાલિક જલકુંભી દૂર કરવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે.તો બીજી બાજુ તાપી સફાઈ પર પણ રાજકારણ ગરમાયું છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 900 કરોડ તાપી સફાઇ માટે આપ્યો છે તો હજુ સુધી કેમ તાપી સાફ નથી તેવો પણ આક્ષેપ કોંગ્રેસ દ્ઘારા લગાવામાં આવ્યો છે.