Not Set/ જામનગરમાં બાઇકની અંતિમયાત્રા કાઢવામાં આવી, વાંચો શા માટે

જામનગર, સતત 11 દિવસથી પેટ્રોલના ભાવમાં વધારાથી સામાન્ય નાગરિકો પર આર્થિકરીતે બોજ વધી રહ્યો છે. બુધવારે પેટ્રોલ-ડીઝલના વધતા જ જતા ભાવની ચિંતા કરતા સરકારે કેબિનેટ બેઠક બોલાવી હતી, આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવોની અંગે કોઈ સકારાત્મક નિર્ણયની આશા રાખવામાં આવી હતી, પરંતુ એવો કોઈ પણ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી […]

Gujarat Others
pak 2 જામનગરમાં બાઇકની અંતિમયાત્રા કાઢવામાં આવી, વાંચો શા માટે

જામનગર,

સતત 11 દિવસથી પેટ્રોલના ભાવમાં વધારાથી સામાન્ય નાગરિકો પર આર્થિકરીતે બોજ વધી રહ્યો છે. બુધવારે પેટ્રોલ-ડીઝલના વધતા જ જતા ભાવની ચિંતા કરતા સરકારે કેબિનેટ બેઠક બોલાવી હતી, આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવોની અંગે કોઈ સકારાત્મક નિર્ણયની આશા રાખવામાં આવી હતી, પરંતુ એવો કોઈ પણ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. ગુરુવારે મોટાભાગના શહેરોમાં પેટ્રોલમાં 80નો આંકડો પાર કરી દીધો છે.

પેટ્રોલ-ડીઝલ ભાવવધારા મામલે રાજ્યભરમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં કોંગ્રેસે અલગ જ પ્રકારનો વિરોધ નોંધાવ્યો.. કોંગ્રેસ કાર્યકરોએ મોટરસાયકલની અંતિમ યાત્રા કાઢી વિરોધ નોંધાવ્યો. જે કાર્યક્રમ લાલ બંગલા સર્કલ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ  યોજ્યો હતો. કોંગ્રેસ કાર્યકરો દ્વારા અહીં કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કરાયો.