Not Set/ જામનગર : હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની આવકો પુનઃ શરૂ, સોમવારથી ખરીદી

જામનગરના હાપા મગફળી યાર્ડમાં મગફળીની આવકો ફરી પુન: શરૂ કરવામાં આવી છે. મગફળી આવકો પુન: શરૂ કરાતાં ખેડૂતો ચિંતામુક્ત થયા છે. ગામે ગામથી ખેડૂતો પોતાની મગફળીનું વેચાણ કરવા માટે હાપા માર્કેટ યાર્ડમાં ધામા નાખ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારથી માર્કેટ યાર્ડમાં મગફળીની આવકો બંધ કરવામાં આવી હતી. યાર્ડમાં 20000 બોરી મગફળીનો જથ્થો જતાં આવકો બંધ કરવાની ફરજ […]

Top Stories Gujarat Others
JMR Yard 2 જામનગર : હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની આવકો પુનઃ શરૂ, સોમવારથી ખરીદી

જામનગરના હાપા મગફળી યાર્ડમાં મગફળીની આવકો ફરી પુન: શરૂ કરવામાં આવી છે. મગફળી આવકો પુન: શરૂ કરાતાં ખેડૂતો ચિંતામુક્ત થયા છે.

ગામે ગામથી ખેડૂતો પોતાની મગફળીનું વેચાણ કરવા માટે હાપા માર્કેટ યાર્ડમાં ધામા નાખ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારથી માર્કેટ યાર્ડમાં મગફળીની આવકો બંધ કરવામાં આવી હતી.

JMR Yard 3 e1543139523664 જામનગર : હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની આવકો પુનઃ શરૂ, સોમવારથી ખરીદી
mantavyanews.com

યાર્ડમાં 20000 બોરી મગફળીનો જથ્થો જતાં આવકો બંધ કરવાની ફરજ પડી હતી. જો વાત કરવામાં આવે તો યાર્ડમાં દૈનિક 5500 બોરીની આવક થતી હતી. જ્યારે ફક્ત 3200 બોરીનું જ વેચાણ થતાં યાર્ડમાં મગફળીનો જથ્થો પડી રહેતો હતો. જેથી યાર્ડમાં મગફળી ખરીદવાનું બંધ કરાયું હતું.

જણાવી દઈએ કે, યાર્ડમાં મગફળી આવક વેચાણ કરતા વધી જતા ગયા સોમવારથી ખરીદી બંધ કરવામાં આવી હતી. જોકે, હવે ખરીદી પુનઃ શરુ કરવામાં આવી છે.